Home /News /national-international /Doctor's Mistake: મહિલાનું ગર્ભાશયનું ઓપરેશન હતું 'ને ડોક્ટરે બંને કિડની કાઢી લીધી, હવે ડોક્ટર ફરાર
Doctor's Mistake: મહિલાનું ગર્ભાશયનું ઓપરેશન હતું 'ને ડોક્ટરે બંને કિડની કાઢી લીધી, હવે ડોક્ટર ફરાર
મહિલાના ગર્ભાશયના ઓપરેશનની જગ્યાએ ડોક્ટરે બંને કિડની કાઢી લીધી હતી
Doctor's Mistake: મુઝફ્ફરપુરના બરિયાપુર ઓપી વિસ્તારમાં મહિલાનું ગર્ભાશયનું ઓપરેશન હતું અને ડોક્ટરે તેની બંને કિડની કાઢી લીધી હતી. ત્યારે હાલ મહિલાની હાલત ગંભીર છે અને તે ડાયાલિસિસ પર રાખવામાં આવી છે.
મુઝફ્ફરપુરઃ બરિયાપુર ઓપી વિસ્તારમાં ઓપરેશન કરવાની આડમાં મહિલાની બંને કિડની કાઢી લેવામાં આવી છે. જ્યારે મહિલાની તબિયત લથડવા લાગી ત્યારે ખુલાસો થયો કે, તેની બંને કિડની કાઢી લેવામાં આવી છે. ત્યારબાદ તાત્કાલિક મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પીએચસીએચમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ મહિલાની હાલત અત્યંત ગંભીર છે. હાલ મહિલાની સારવાર મુઝફ્ફરપુરની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તે ડાયાલિસિસ પર છે.
મહિલાનું ગર્ભાશયનું ઓપરેશન હતું
બરિયાપુર ચોક નજીક એક ક્લિનિક સંચાલક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે સુનિતાદેવી નામની મહિલાના ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું, ત્યારે તેણે મહિલાની બંને કિડની કાઢી નાંખી હતી. ત્યારબાદ મહિલાની હાલત બગડી ત્યારે પટનાના ગાયઘાટ સ્થિત એક ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવી હતી. ત્યારે ડોક્ટરે આ વાતની જાણકારી આપી હતી. જો કે ત્યાં પણ તેની હાલત વધુ બગડવા લાગી તો મુઝફ્ફરપુરની એસકેએમસીએચ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યા હાજર ડોક્ટરે તપાસ કરી જણાવ્યું હતું કે, તેની બંને કિડની કાઢી લેવામાં આવી છે.
આ મામલે પીડિતાની માતા તેતરી દેવીએ જણાવ્યું હતું કે, મહિલાને એસકેએમસીએચ પહેલાં પટનાની આઈજીઆઈએમએસ પટનામાં લઇ જવામાં આવી હતી. પરંતુ ત્યાં દર્દીને બેડ મળી શક્યો નહોતો. ત્યારબાદ તેને પીએમસીએચ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં મહિલાની હાલત વધુ બગડવા લાગી હતી તો પરિવારજન મહિલાને ઘરે લઈ આવ્યાં હતાં. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય અશોક ચૌધરીની મદદથી તેને સદર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, ત્યાં પીડિત મહિલા ડાયાલિસિસ પર છે.
ત્યાં આરોપી ડોક્ટર તેમજ સંચાલક પવન ક્લિનિક બંધ કરીને ફરાર થઈ ગયો છે. ન્યૂઝ 18ના સંવાદદાતા સાથે ફોનના માધ્યમથી આરોપી ડોક્ટરે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેણે નહીં અન્ય ડોક્ટરે ઓપરેશન કર્યું હતું. દર્દી તેના પરિવારજનના ઓળખીતા છે. તેમના કહેવાથી જ મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો કે, ડોક્ટરે સ્વીકાર કર્યો હતો કે ભૂલ થઈ છે અને તે પોતાની બંને કિડની આપવા માટે તૈયાર છે.
અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવશે
આ મામલે બરિયારપુર ઓપી પોલીસે પીડિતાના ઘરે પહોંચી તપાસ હાથ ધરી છે. આ મામલે રાજેશ કુમાર યાદવે જણાવ્યુ હતુ કે, આ મામલે તપાસ ચાલુ છે. જો કોઈ દોષી જણાશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ ઘટનાને માનવ અંગોની તસ્કરી સાથે જોડીને પણ તપાસ કરવામાં આવશે. જો કે, આ મામલે સ્પષ્ટ તપાસ કરીને માહિતી આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર