નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે (Corona Second Wave) હાહામાર મચાવી દીધો છે. હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે કોરોનાના કારણે થતા મોતના આંકડા દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના જીવ કોરોનાના કારણે ગયા છે. દેશની હૉસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની અછત સર્જાઈ છે. દેશની સ્વાસથ્ય વ્યવસ્થા પર ખૂબ ભારણ ઊભું થયું છે. કોરોનાની જંગ જીતવા માટે ડૉક્ટર્સ (Doctors) અને મેડિકલ સ્ટાફ (Medical Staff) હૉસ્પિટલોમાં દિવસ-રાત દર્દીઓની સેવામાં લાગી જાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવા જે એક ડૉક્ટરની તસવીર વાયરલ (Photo Viral) થઈ રહી છે, જેમાં તેઓ પીપીઇ કિટ (PPE Kit) ઉતાર્યા બાદ પરસેવાથી જાણે સ્નાન કર્યું હોય એવા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર ડૉક્ટર સાહિલની છે. સાહિલે આ તસવીરને 28 એપ્રિલે ટ્વીટર પર શૅર કરી હતી. આ તસવીરને શૅર કરવાની સાથે તેઓએ લખ્યું કે, ‘ગર્વ છે કે દેશ માટે કંઈક કરી રહ્યો છું.’ આ તસવીર હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં બે તસવીરને સાથે દર્શાવવામાં આવી છે. એક તસવીરમાં ડૉક્ટર સાહિલે પીપીઇ કિટ પહેરેલી છે. તો બીજી તસવીરમાં પીપીઇ કિટ ઉતાર્યા બાદની છે જેમાં તેઓ પરસેવાથી રેબઝેબ જોવા મળી રહ્યા છે.
આ તસવીરને ટ્વીટ કર્યા બાદ ડૉક્ટર સાહિલે લખ્યું, ‘તમામ ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ તરફથી હું કહેવા માંગું છું કે અમે અમારા પરિવારોથી દૂર રહીને ખૂબ મહેનત કરી રહ્યા છીએ. ક્યારેક કોરોના દર્દીથી માત્ર એક ડગલું, તો ક્યારેક ગંભીર રીતે બીમાર વૃદ્ધોથી એક ઇંચ દૂર હોઈએ છીએ. હું તમામ લોકોને અનુરોધ કરું છું કે કોરોના વેક્સીન ચોક્કસ લો. માત્ર એ જ એક સમાધાન છે. સુરક્ષિત રહો.’
સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરને ડૉક્ટર સાહિલે 28 એપ્રિલે શૅર કરી હતી. 1 લાખ 21 હજાર 300 લાઇક તેને મળી ચૂકી છે. જ્યારે 14,516 વખત રિટ્વીટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરને જોયા બાદ લોકોએ કોમેન્ટ કરતાં લખ્યું કે, તમામ ડૉક્ટરોને સલામ. સંકટના આ સમયમાં જે દિવસ-રાત પોતાના જીવને જોખમમાં મૂકીને બીજાની મદદ કરી રહ્યા છે તે યોદ્ધાઓને હૃદયથી નમન.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર