પ્રખ્યાત ડોક્ટર નીકળ્યો કરોડોની ચોરીનો માસ્ટરમાઇન્ડ, STFને મળ્યા 2 કરોડ રૂપિયા રોકડા, 3 કિલો સોનું

આરોપી સચિંદર જૈન ભાજપમાંથી ટિકિટ લઇને ચૂંટણી લડવાનો દાવો કરી રહ્યો હતો

crime news- ચોરીના રૂપિયાથી ખરીદવામાં આવેલા કરોડોના ગોલ્ડ અને રૂપિયા ફોરેન કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે

  • Share this:
    ગુરુગ્રામ : હરિયાણાના ગુરુગ્રામના (Gurugram) પ્રખ્યાત ડોક્ટર અને ભાજપા નેતા ( BJP Leader)સચિંદર જૈન (Sachinder Jain)કરોડોની ચોરીનો માસ્ટરમાઇન્ડ (Mastermind) નીકળ્યો છે. આરોપી સચિંદર જૈન ભાજપમાંથી ટિકિટ લઇને ચૂંટણી લડવાનો દાવો કરી રહ્યો હતો. ગેંગસ્ટરના નજીક મનાતા આ ડોક્ટરે કરોડોની ચોરીનું ષડયંત્ર રહ્યું હતું. ડોક્ટર સચિંદર જૈન ગેંગસ્ટર વિકાસ લગરપુરિયા (Vikas Lagarpuria)સાથે મળીને આ હાઇ પ્રોફાઇલ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. STFની ટીમે ડોક્ટર સચિંદર જૈન અને એક અન્યની ધરપકડ કરીને આ મામલે મોટો ખુલાસો કર્યો છે.

    ગુરુગ્રામના અલ્ફા જી કોર્પ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરોડોની ચોરીનું ષડયંત્ર રચ્યું હતું. અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 1 કરોડ 90 લાખ કેશ, 3 કિલો સોનું અને 64 હજાર 500 યૂએસ ડોલર મળી આવ્યા છે. STF ચીફે જણાવ્યું કે ચોરીના રૂપિયાથી ખરીદવામાં આવેલા કરોડોના ગોલ્ડ અને કેશ ફોરેન કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવી છે. મામલાની તપાસ ચાલી રહી છે.

    આ પણ વાંચો - કોંગ્રેસ MLAના પુત્રની આત્મહત્યા, પોલીસને મિસ્ટ્રી મિત્રની શોધ, સુસાઇડ નોટમાં છે તેનો ઉલ્લેખ

    અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 1 કરોડ 90 લાખ કેશ, 3 કિલો સોનું અને 64 હજાર 500 યૂએસ ડોલર મળી આવ્યા છે


    એસટીએફ ચીફે કરોડોના હેરફેરના મામલામાં પરિવર્તન નિર્દેશાયલ અને ઇન્કમટેક્સ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે. આ પહેલા ગુરુગ્રામ પોલીસે આ ચોરીને ફક્ત 50 લાખ રૂપિયાની બતાવી હતી. 50 લાખની ચોરીના મામલામાં ગુરુગ્રામ પોલીસે દિલ્હી પોલીસના જવાનની પણ આ ધરપકડ કરી છે. 10 દિવસ પહેલા હાઇ પ્રોફાઇલ મામલો એસટીએફને ટ્રાન્સફર થયો હતો.

    આ પણ વાંચો - 1000 રૂપિયા માટે મિત્રોએ કરી ક્રુર હત્યા, બનાવ્યો Live Video

    STF ટીમે ચોરીના માસ્ટરમાઇન્ડ બે ડોક્ટરની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આ આરોપીઓમાં સચિંદર જૈન પોતાને ભાજપાનો મોટો નેતા બતાવે છે અને હરિયાણાના સીએમ સાથે તેના ઘણા ફોટો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ છે. STF ચીફ સતીશ બાલનનું માનવામાં આવે તો ડોક્ટર સચિંદર જૈન નવલ, ડોક્ટર જેપી સિંહ અને દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલમાં રહેલા વિકાસ ગુલિયાએ ગેંગસ્ટર વિકાસ લગરપુનિયા સાથે મળીને કરોડોની ચોરીનું ષડયંત્ર રચ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published: