Home /News /national-international /ડોક્ટર બન્યો દાનવ! ડિલિવરી દરમિયાન મહિલા દર્દી પર સાથે બળાત્કાર, કુકર્મ કેમેરામાં કેદ
ડોક્ટર બન્યો દાનવ! ડિલિવરી દરમિયાન મહિલા દર્દી પર સાથે બળાત્કાર, કુકર્મ કેમેરામાં કેદ
બ્રાઝિલમાં ડોક્ટરે મહિલા દર્દી સાથે રેપ કર્યો
આ બનાવ બ્રાઝિલના રિયો ડી જનેરોનો છે. (Brazil rape case) અહીં હોસ્પિટલ દા મુલ્હેર (Hospital da Mulhern) માં ડિલિવરી માટે આવેલી, એક સગર્ભા મહિલાને, આ ડોક્ટરે બેહોશ કરી તેની સાથે ઓરલ રેપ કર્યો છે. 32 વર્ષીય આરોપી ડોક્ટરનું નામ જીઓવાન્ની ક્વિંટેલા બેઝારા છે. (doctor rapped on pregnant patient)
આ ઘટના બ્રાઝિલની એક હૉસ્પિટલના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. જે બાદ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી. સાથે જ, તે દિવસે ડિલિવરી માટે આવેલી વધુ બે મહિલાઓ સાથે પણ યૌન શોષણ થયું હશે. તેની શક્યતા છે. હાલ આ ઘટનાની વધુમાં તપાસ ચાલુ છે.
આ બનાવ બ્રાઝિલના રિયો ડી જનેરોનો છે. (Brazil rape case) અહીં હોસ્પિટલ દા મુલ્હેર (Hospital da Mulhern) માં ડિલિવરી માટે આવેલી, એક સગર્ભા મહિલાને, આ ડોક્ટરે બેહોશ કરી તેની સાથે ઓરલ રેપ કર્યો છે. 32 વર્ષીય આરોપી ડોક્ટરનું નામ જીઓવાન્ની ક્વિંટેલા બેઝારા છે. (doctor rapped on pregnant patient)
ઓપરેશન દરમિયાન મહિલાના પતિને રૂમમાંથી બહાર જવા કહેવામાં આવ્યું, પતિના ઘરે ગયા પછી, જ્યારે તેણે ટીવી પર ડોક્ટરની ધરપકડના સમાચાર જોયા ત્યારે, તેને આ ઘટનાની જાણ થઈ. કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઇન્ચાર્જ ડેલિગેટ બાર્બરા લોમ્બાએ કહ્યું- મેં આવી ઘટના પહેલાં ક્યારેય નથી સાંભળી.
મહિલાએ આરોપી ડોક્ટરની કરતૂત વિશે પરિવારને જણાવ્યું, ત્યારે પરિવારજનોને ખાલી વહેમ થતો હોઈ તેવું લાગ્યું હતું. બેજરાએ માત્ર બે મહિના પહેલા જ એનેસ્થેસિયાની તબીબી તાલીમ પૂરી કરી હતી. હોસ્પિટલ સ્ટાફે બેજરાની તપાસ કરવા માટે એક ગુપ્ત કેમેરા લગાવ્યો હતો, જેથી તે જાણી શકાય કે તે દર્દીઓને દવાનો યોગ્ય ડોઝ આપી રહ્યો છે કે કેમ!
સર્જિકલ પડદાની બીજી બાજુ, માત્ર થોડા ફૂટ દૂર, અન્ય ડોકટરો, દર્દી પર સી-સેક્શન સર્જરી કરી રહ્યા હતા, ત્યારે વીડિયોમાં બેજરા ગર્ભવતી મહિલા પર બળાત્કાર કરતો જોવા મળી રહ્યો છે.
બળાત્કારનો વીડિયો રેકોર્ડ કરનાર સ્ટાફના સભ્યોએ કહ્યું કે, તે દિવસે ડોક્ટરે વધુ બે મહિલાઓને બેહોશ કરી હતી. હવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, શું તે બે મહિલાઓ પર પણ ડોક્ટર દ્વારા બળાત્કાર થયો છે? જો આ ડૉક્ટર બ્રાઝિલમાં બળાત્કારનો દોષી સાબિત થાય તો 8 થી 15 વર્ષની જેલની સજા થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર