શું ડૉ પાયલની હત્યા કરવામાં આવી? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો નવો ખુલાસો

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ આ કેસ વધારે ગૂંચવાયો છે, ડૉ પાયલે આપઘાત કર્યો કે હત્યા કરવામાં આવી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

News18 Gujarati
Updated: May 30, 2019, 9:24 AM IST
શું ડૉ પાયલની હત્યા કરવામાં આવી? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો નવો ખુલાસો
ડૉ. પાયલ તડવી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: May 30, 2019, 9:24 AM IST
મુંબઈ : ડૉ પાયલ તડવી આત્મહત્યા કેસમાં દરરોજ નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે. તડવીના પરિવારના લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે તેની દીકરીને આપઘાત માટે મજબૂર કરવામાં આવી હતી. ડૉ તડવીના પતિએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ ડૉ તડવીના મોતનો મામલો વધારે ગૂંચવાયો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ ડૉ તડવીએ આપઘાત કર્યો હતો કે તેણીની હત્યા કરવામાં આવી હતી તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડૉ પાયલ તડવીના ગળા પર કોઈ વસ્તુના ઊંડા નિશાન હતા. એવામાં એવું પણ બની શકે કે તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોઈ શકે છે.

હત્યાનો આરોપ

ડૉ પાયલ તડવીના પરિવારના લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે, "અમને લાગી રહ્યું છે કે આરોપી પાયલની બોડીને લઈને ક્યાંક ગયા હતા અને પછી તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. એવું લાગી રહ્યું છે કે મૃતદેહ સાથે છેડછાડ કરવામાં આવી છે. આથી આ કેસને હત્યાના દ્રષ્ટિકોણથી જોવો જોઈએ."

ડૉ પાયલ તડવીની હત્યા મામલે બુધવારે ત્રણેય આરોપી ડોક્ટર, ભક્તિ મહેરા, અંકિતા ખંડેલવાલ અને હેમા આહુજાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ડૉ. પાયલ તડવી આત્મહત્યા કેસમાં ત્રણેય આરોપી ડૉક્ટરની ધરપકડ
શું છે આખો મામલો?

ડૉક્ટર પાયલ તડવી BYL નાયર હોસ્પિટલમાં એમડીનો અભ્યાસ કરતી હતી. તે બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પાયલ તડવીએ 22મી મેના રોજ આપઘાત કરી લીધો હતો. પરિવારે આક્ષેપ લગાવ્યો કે અનુસૂચિત જનજાતિની હોવાને કારણે સીનિયરો તેણીને ત્રાસ આપી રહ્યા હતા. પરિવારના કહેવા પ્રમાણે સીનિયરોના ત્રાસને કારણે તેની દીકરી પાયલે પોતાના રૂમમાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડૉક્ટર પાયલ તડવીએ આપઘાતના ચાર કલાક પહેલા આશર ત્રણ સર્જરી કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ઓપરેશન વખતે ડૉ પાયલ તડવી તણાવમાં ન હતી. સર્જરીના થોડા કલાકો બાદ તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...