ડોક્ટરની ભારે બેદરકારી! ખોટું ઈન્જેક્શન આપવતા ગર્ભવતી અને બાળકનું મોત, ડોક્ટર દંપતી સામે ફરિયાદ

ડોક્ટરની ભારે બેદરકારી! ખોટું ઈન્જેક્શન આપવતા ગર્ભવતી અને બાળકનું મોત, ડોક્ટર દંપતી સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

પતિ હેમરાજને જ્યારે પોતાની પત્નીના મોતની જાણ થઈ ત્યારે તેઓ બેહોશ થઈ ગયા હતા. પરિવારજનો પ્રમાણે મૃતક પ્રસૂતા સીતાના બે નાના બાળકો પણ છે.

 • Share this:
  કરૌલીઃ કોરોના વાયરસની (coronavirus) મહામારીનો માહોલ છે ત્યારે સરકાર દ્વારા કોરોનાની રસી (corona vaccination) આપવાનું અભિચાન ચલાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે રાજસ્થાનમાંથી એક ડોક્ટરની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના (rajasthan) કરૌલીમાં એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાને (doctor Negligence) ખોટું ઇન્જેક્શન આપવાથી તેનું મોત થયું હતું. ગર્ભવતી મહિલાના (Pregnant women death) મોત બાદ બાળકનું પણ ગર્ભમાં મોત નીપજ્યું હતું. જેના પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો. હોસ્પિટલના સંચાલક ડોક્ટર દંપતી સામે હત્યાનો કેસ નોંધવાની માંગણી કરવા લાગ્યા હતા.

  આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. અને ડોક્ટર દંપતી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.  મૃતક પ્રસૂતાના પરિજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પરિજનોને એફઆઈઆર નોંધાવા માટે કહ્યું હતું. આમ મૃતક પ્રસૂતાના સસરા શ્યામ માલીએ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના સંચાલક દંપતી અને તેના સ્ટાફ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની અને પોર્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી.

  આ પણ વાંચોઃ-

  આ દરમિયાન ખાનગી ભારત હોસ્પિટલના સંચાલક ડોક્ટર આશા મીના હોસ્પિટલમાં હાજર રહીને મૃતક પ્રસૂતાના પરિજનોને લઈને નિવેદન આપી રહી હતી. આરોપ છે કે આશા મીનાએ કહ્યું કે તેમે કંઈ પણ કરી લો હવે કંઈ જ નહીં થઈ શકે. જે થઈ ગયું એ થઈ ગયું. આ પ્રકારના વ્યવહારથી લોકો ભડકી ગયા અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.  મૃતક પ્રસૂતાના સસરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના પરિવારજનોએ કડક અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પતિ હેમરાજને જ્યારે પોતાની પત્નીના મોતની જાણ થઈ ત્યારે તેઓ બેહોશ થઈ ગયા હતા. પરિવારજનો પ્રમાણે મૃતક પ્રસૂતા સીતાના બે નાના બાળકો પણ છે અને આ ત્રીજી ડિલિવરી થવાની હતી.
  Published by:ankit patel
  First published:January 24, 2021, 16:53 pm

  ટૉપ ન્યૂઝ