Home /News /national-international /ગંભીર બેદરકારી! ઓપરેશનમાં મહિલાના પેટમાં રૂમાલ ભૂલીને ડોક્ટરે લગાવી દીધા ટાંકા અને પછી..

ગંભીર બેદરકારી! ઓપરેશનમાં મહિલાના પેટમાં રૂમાલ ભૂલીને ડોક્ટરે લગાવી દીધા ટાંકા અને પછી..

પ્રતિકાત્મક તસવીર

મહિલાને પ્રસૂતિ પીડા ઉપડ્યા બાદ એક ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન 29 જુલાઈએ ડોક્ટરે મહિલાનું ઓપરેશન કર્યું હતું.

ગયાઃ બિહારના ગયામાં એક ડોક્ટરની ગંભીર બેદરકારી (doctor Serious negligence) સામે આવી છે. આરોપ છે કે ડોક્ટર ઓપરેશન (Operation) દરમિયાન 21 વર્ષીય મહિલાના પેટમાં રૂમાલ (Handkerchief in Stomach) ભૂલી ગયો હતો. મીરા દેવી નામની મહિલાને પ્રસૂતિ પીડા (labor pain) ઉપડ્યા બાદ ખિઝરસરાય વિસ્તારમાં એક ખાનગી ક્લિનિકમાં (Private clinic) દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન 29 જુલાઈએ ડોક્ટરે મહિલાનું ઓપરેશન કર્યું હતું.

જોકે, મહિલાની પીડા ઓછી થવાના બદલે વધી ગઈ હતી. ઓપરેશન પછી તેને સતત દુખાવો રહેતો હતો. અને પરું નીકળતું હતું. પરેશાન પરિવારના લોકો મહિલાને લઈને પટના પહોંચ્યો હતા. જોકે ત્યાં મહિલાની તકલીફ ઓછી ન થી.

ત્યારબાદ પરિવારના લોકોએ મહિલાને બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ડોક્ટરોએ સિટી સ્કેન કરવાની સલાહ આપી. ત્યારબાદ સિટી સ્કેન રિપોર્ટ આવતાં જ ડોક્ટરો ચોંકી ગયા હતા. કારણ કે મહિલાના પેટમાં એક જગ્યાએ કંઈક વસ્તુ દેખાતી હતી.

આ પણ વાંચોઃ-આર્થિક તંગીના કારણે જ્વેલર્સ ભાઈઓએ પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

જ્યારે ડોક્ટરોએ ફરીથી ઓપરેશન કર્યું તો ચોંકી ગયા હતા. કારણ કે મહિલાના પેટમાંથી રૂમાલ નીકળ્યો હતો. આ રૂમાલનો ઉપયોગ સામાન્ય રીતે ડોક્ટરો ઓપરેશન દરમિયાન કરતા હોય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ તંદુરી રોટી ખાવાની જીદ કરતા થયો કકળાટ, આવેશમાં આવી પત્નીએ ઉંદર મારવાની દવા પીધી

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! કોરોના દર્દીના પરિવારને પશુઓ સાથે કર્યો ક્વોરન્ટાઈન, વરસાદનું પાણી પીવા મજબૂર

આજતક વેબસાઈટાં આવેલા આર્ટિકલ પ્રમાણે મહિલાના પરિવારજન મોહન કુમારે જણાવ્યું કે તેના ભાઈની પત્નીની પહેલી ડિલિવરી થવાની હતી. એટલા માટે શહેરના આનંદી માઈ મોડ પાસેની ખાનગી હોસ્પિટલમાં મહિલાને દાખલ કરાવી હતી. 29 જુલાઈએ ડોક્ટરે ઓપરેશન કર્યું હતું પરંતુ ઓપરેશન બાદ પણ મહિલાને સતત પેટમાં દુખાવો રહેતો હતો.
" isDesktop="true" id="1018299" >

ડોક્ટર પ્રમાણે દર્દીની હાલત નાજુક છે. તેને સતત લોહી ચઢાવવાની જરૂરત છે. બીજી તરફ દર્દીના પેટમાં રૂમાલ છોડનાર ડોક્ટર સામે કાયાકિય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો