ડોક્ટરની આત્મહત્યા, 14 દિવસ બાદ સફાઈ કરતા સમયે ખુલ્યું ચોંકાવનારું રહસ્ય, પત્ની કરતી હતી..

પ્રતિકાત્મક તસવીર

delhi crime news: ડોક્ટરે પત્ની (doctor wife) અને સાસરીયાઓના ત્રાસના કારણે આત્મહત્યા (doctor committed sucide) કરી લીધી હતી. આત્મહત્યાના 14 દિવસ બાદ ઘરની સફાઈ દરમિયાન ડોક્ટરની સુસાઈડ નોટ (doctor suicide note) મળી હતી.

  • Share this:
    ગુરુગ્રામઃ સામાન્ય રીતે પતિ અને સાસરીયાઓના ત્રાસના કારણે પત્નીઓ આત્મહત્યા (wife suicide) કરી હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે દિલ્હીના (delhi news) ગુરુગ્રામમાં (Gurugram news) ઉલટી ગંગા જેવો કેસ સામે આવ્યો હતો. અહીં એક ડોક્ટરે પત્ની અને સાસરીયાઓના ત્રાસના કારણે આત્મહત્યા (doctor committed sucide) કરી લીધી હતી. આત્મહત્યાના 14 દિવસ બાદ ઘરની સફાઈ દરમિયાન ડોક્ટરની સુસાઈડ નોટ (doctor suicide note) મળી હતી. ત્યારબાદ પિતાએ પુત્રના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવી હતી.

    ગુરુગ્રામમાં એક ખાનગી હોસ્પિટલના એક ડોક્ટરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. બે સપ્તાહ બાદ ઘરમાંથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં આત્મહત્યા કરવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઘરમાં સફાઈ ચાલતી હતી ત્યારે સુસાઇડ નોટ મળી હતી. જેમાં ખુલાસો થયો હતો. કે ડોક્ટરે પોતાની પત્ની અને સાસરીના લોકોથી ત્રાસીને આત્મહત્યા કરી હતી. આરોપ છે કે પત્ની અને સાસરીના લોકોથી ત્રાસીને ડોક્ટરે સુસાઈડ કર્યું હતું.

    ઝંઝરોલમાં રહેતા ઓમ સિંહે ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે તેનો પુત્ર રવિંદર ગુરુગ્રામના એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર હતો. ઓમ સિંહના જણાવ્યા પ્રમાણે પુત્રના લગ્ન અલવરમાં રહેનારી મનીષા સાથે વર્ષ 2015માં થયા હતા. માનસિક તણાવના પગલે રવિંદરે ઝેરી પદાર્થ ખાધો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચોઃ-વૈભવી ચોર'! મોંઘીદાટ કારમાં ફરી રેકી કરવી, ચોરી માટે ફ્લાઈટમાં જવું, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો, 10 પત્નીઓ રાખી કરતો ચોરી

    પોલીસે લાશનો કબ્જો લઈને પોસ્ટ મોર્ટમ બાદ પરિવારને સોંપી દીધી હતી. મેં એ સમય કોઈ ફરિયાદ કરી ન હતી. સિંહે પોતાના ફરિયાદમાં કહ્યં હતું કે રવિંદરના મોતના 14 દિવસ બાદ પોતાના ઘરની સફાઈ કરી રહ્યો હતો ત્યારે રવિંદરના સૂટકેસમાં એક ડાયરી મળી હતી. જેમાં સુસાઈડ નોટ મળી હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ શરમનજક ઘટના! પતિ નોકરીએ જાય ત્યારે ઘરમાં સાસુની હાજરીમાં સસરાં પુત્રવધૂ સાથે કરતાં શારીરિક અડપલાં

    પોતાની ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે સુસાઈડનોટમાં રવિંદરે લખ્યું હતું કે સાસરીના લોકોએ હેરાન પરેશાન કરી રહ્યા હતા. જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી. તેણે પોતાના મોત માટે પોતાની પત્ની મનીષા, સાસુ કમલેશ, મનીષાની માસી સુમન અને સૂરતને પણ જવાબદાર ગણાવી હતી.

    આ પણ વાંચોઃ-જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, ઘોડિયા સાથે નીકળી બહાર, live video viral

    પુત્રની સુસાઈડનો મળ્યા બાદ સિંહે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસને સુસાઈડ નોટ પણ સોંપી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
    Published by:ankit patel
    First published: