ગાયનું છાણ ખાતા ડોક્ટરનો Video Viral, કહ્યું- ગર્ભવતી મહિલા ખાય તો થશે નોર્મલ ડિલીવરી

ગાયનું છાણ ખાઇ રહેલા ડોક્ટરનું નામ મનોજ મિત્તલ છે. ડોક્ટર મનોજ મિત્તલ બાળ રોગ વિશેષજ્ઞ છે. જોકે તેમને આયુર્વેદમાં ઘણો રસ છે

viral video- વીડિયોમાં ડોક્ટર કહે છે કે મારી માતા અગિયારસના વ્રતમાં હંમેશા ગાયનું છાણ ખાય છે. ગાયનું છાણ ખાતા તે કહે છે કે જો આપણે ગાયનું એક ચમચી છાણ ખાઇએ તો આપણું તન-મન પવિત્ર થાય છે

 • Share this:
  કરનાલ : હરિયાણાના (haryana)કરનાલ (karnal)જિલ્લામાં ડોક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 4-5 દિવસ જૂનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક ડોક્ટર ગાયનું છાણ (Cow Dung) ખાતો જોવા મળે છે. વીડિયોમાં ડોક્ટર કહે છે કે ગાયના છાણની (doctor eating cows dung video)એક ચમચી ખાવાથી તન અને મન પવિત્ર થાય છે. ડોક્ટર કહી રહ્યા છે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગાય હોવી જોઈએ

  સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો હરિયાણાના કરનાલ જિલ્લાનો છે. ગાયનું છાણ ખાઇ રહેલા ડોક્ટરનું નામ મનોજ મિત્તલ છે. ડોક્ટર મનોજ મિત્તલ બાળ રોગ વિશેષજ્ઞ છે. જોકે તેમને આયુર્વેદમાં ઘણો રસ છે. વાયરલ વીડિયોમાં ડોક્ટર કરી રહ્યા છે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તો ગાય માતા હોવી જોઈએ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હિંસક પ્રાણી હોવું જોઈએ નહીં. ગાયમાંથી મળનાર પંચદ્રવનો એક ભાગ માનવ જાતિ માટે ઘણો કિંમત છે.

  આ પણ વાંચો - પત્નીની હત્યા માટે CISFના જવાને સવા લાખ રૂપિયાની સોપારી આપી, જુઓ મર્ડરની રુવાંટા ઉભા કરે તેવી કહાની

  વીડિયોમાં તે કહે છે કે મારી માતા અગિયારસના વ્રતમાં હંમેશા ગાયનું છાણ ખાય છે. ગાયનું છાણ ખાતા તે કહે છે કે જો આપણે ગાયનું એક ચમચી છાણ ખાઇએ તો આપણું તન-મન પવિત્ર થાય છે, આપણી આત્મા પવિત્ર થઇ જાય છે. જો આપણા ગર્ભમાં જાય તો આખા શરીરને શુદ્ધ કરી દેશે.


  આ પણ વાંચો - ટ્રાફિકથી બચવા માટે માણસે કારની સીટને આપ્યો હ્યુમન લુક, પોલીસ સ્તબ્ધ!

  ડોક્ટર મિત્તલનું કહેવું છે કે જો મહિલા ગાયનું છાણ ખાય તો તેને નોર્મલ ડિલીવરી થશે, સિઝેરિયનની જરૂરિયાત પડશે નહીં. તે કહે છે કે અમે 9 ભાઈ-બહેન છીએ. મારા માતાની 9 એ 9 ડિલીવરી નોર્મલ થઇ છે. ગાયનું છાણ ખાવાથી ક્યારેય ઓપરેશનની જરૂરિયાત પડશે નહીં.

  આ પણ વાંચો - Suicide Forest: આખી દુનિયામાં જાણીતું છે આ રહસ્યમયી જંગલ, આખરે શા માટે તેને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ કહે છે?

  વાયરલ વીડિયોમાં યૂઝર્સ અલગ-અલગ કોમેન્ટો કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોએ ઘણો ચર્ચા જગાવી છે.

  ન્યૂઝ 18 ગુજરાતી આ દાવાની પૃષ્ટી કરતું નથી.
  Published by:Ashish Goyal
  First published: