ડૉક્ટર યુવતીનું સ્કૂટર ખાડામાં ફસાયું, પાછળથી ટ્રક મોત બની આવી

મુંબઇના ભિવંડીમાં એક તેવી ઘટના બની જે પછી તમામ લોકો પ્રશાસનનો વાંક નીકાળી રહ્યા છે.

News18 Gujarati
Updated: October 10, 2019, 2:58 PM IST
ડૉક્ટર યુવતીનું સ્કૂટર ખાડામાં ફસાયું, પાછળથી ટ્રક મોત બની આવી
નેહા શેખ
News18 Gujarati
Updated: October 10, 2019, 2:58 PM IST
દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઇ (Mumbai)માં રસ્તાઓની સ્થિતિ કેટલી બિસ્માર છે તે વાતનો અંદાજો આ અકસ્માત (Accident)ની ઘટના પરથી લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે અહીં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra assembly election) આવી રહી છે. અને નેતાઓ એક પછી એક બયાનબાજી કરી રહ્યા છે કે તે મુંબઇને સારી સુવિધાઓ આપશે. પણ હકીકત એ છે કે લોકો પ્રશાસનના કંગાળ કામગીરીના કારણે મોતને ભેટી રહ્યા છે.

આજ લિસ્ટમાં હવે મુંબઇની એક ડૉક્ટરનું નામ પણ જોડાયું છે. થાણેના ભિવંડીમાં નેહા શેખ નામની યુવતીનો ખરાબ રસ્તાઓના કારણે અકસ્માત થયો છે. નેહા તેના ક્લિનિકથી નીકળીને પોતાના ઘરે જઇ રહી હતી. સ્કૂટર પર જઇ રહેલી નેહાના સ્કૂટરનું ટાયર અચાનક જ એક ખાડામાં ફસાય છે. તે હજી પોતાનું સંતુલન સંભાળે તે પહેલા પાછળથી સ્પીડમાં આવતા ટ્રકે તેને ટક્કર મારી. અને કચડાઇ જવાથી તેનું ઘટના સ્થળે જ મોત થઇ જાય છે. સ્થાનિક લોકોનું આ મામલે કહેવું છે કે 23 વર્ષીય ડૉક્ટર યુવતીનું મોત પ્રશાસનની બેદરકારીના લીધે થયું છે. આ મામલે પ્રશાસનને અનેકવાર સૂચિત કરવા છતાં પ્રશાસને કોઇ જ કાર્યવાહી નથી કરી.

વધુમાં તેવી જાણકારી પણ સામે આવી છે કે નેહાના લગ્ન પણ જલ્દી જ નકક્કી થવાના હતા. અને નવેમ્બરમાં જ તે પોતાનું નવું જીવન શરૂ કરવાની હતી. પણ તે પહેલા જ આ અકસ્માત થયો. નેહાની મોતથી તેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. અહીં સતત થતા અકસ્માતોને જોતા સ્થાનિકોએ આ જગ્યા પર ટોલ નાકો બનાવવાની વાત કરી છે. સાથે જ લોકોએ જ્યાં સુધી આ ખાડા ના ભરાય ત્યાં સુધી આ રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવાની માંગણી પણ કરી છે.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...