ડૉક્ટરે લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી યુવતીને તરછોડી
લગ્ન કરવાનું વચન આપી યુવતી સાથે કર્યો બળાત્કાર
Odisha: ઓરિસ્સાના ભુવનેશ્વરમાં એક સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીની દીકરીને લગ્ન કરવાનું વચન આપી તેનું શારીરિક શોષણ કરવાના આરોપમાં ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આરોપી ડૉક્ટર, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)નો વિદ્યાર્થી છે, તેની મંગળવારે ભુવનેશ્વર-કટક કમિશનરેટ મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ભુવનેશ્વર. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં એક સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીની દીકરીને લગ્ન કરવાનું વચન આપી તેનું શારીરિક શોષણ કરવાના આરોપમાં ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આરોપી ડૉક્ટર, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)નો વિદ્યાર્થી છે, તેની મંગળવારે ભુવનેશ્વર-કટક કમિશનરેટ મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
26 વર્ષીય યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પિતાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે ડૉક્ટરે લગ્ન કરવાનું વચન આપી તેમની દીકરી સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા અને પછી પશ્ચિમ બંગાળની એક અન્ય મહિલા સાથે સગાઈ કરી લીધી. પોલીસ અધિકારીએ ફરિયાદના આધારે કહ્યું કે, કથિત પીડિતા બે વર્ષ પહેલાં ડૉક્ટરને મળી હતી, જ્યારે તેના પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
અધિકારીએ જણાવ્યું કે આરોપીએ એઈમ્સ, ભુવનેશ્વરમાં પિતાની સારવાર પછી રજા આપતી વખતે યુવતીનો ફોન નંબર લીધો હતો અને બાદમાં તેને ઘણી વખત હોસ્ટેલમાં બોલાવતો હતો. અધિકારીએ કહ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ડૉક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
અન્ય એક કેસમાં, 12 ઓક્ટોબરના રોજ, મયુરભંજ જિલ્લાની એક કોર્ટે 27 વર્ષીય વ્યક્તિને ચાર વર્ષ પહેલા છરી બતાવી એક મહિલા પર બળાત્કાર કરવા બદલ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. બારીપાડા એડિશનલ સેશન્સ જજ દુર્ગા ચરણ મિશ્રાએ ગણેશ કિસ્કુને રાસગોવિંદપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં 35 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર