કાનપુરઃ બ્યૂટી પાર્લરમાં (Beauty parlor) જયમાલા પહેલા તૈયાર થઈ રહેલી દુલ્હનના મોબાઈલ (Bride) ઉપર એક મેસેજ (Massage) આવ્યો અને બધાના હોશ ઉડી ગયા હતા. આ મેસેજ દુલ્હાનો હતો. જેમાં લખ્યું હતું. લગ્ન કેન્શલ (Marriage canceled) થઈ ગયા છે. હવે તે જાન લઈને નહીં આવે.
ઉત્તર પ્રદેશના (Kanpur) કાનપુરમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન પહેલા છેલ્લી ઘડીએ જાન લઈને આવવા માટે દુલ્હાએ ઈન્કાર કરી દીધો હતો. દુલ્હાએ દુલ્હનના મોબાઈલ ઉપર મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, લગ્ન કેન્શલ થઈ ગયા છે. હવે તે જાન લઈને નહીં આવે. આ મેસેજ વાંચીને દુલ્હનના હોશ ઉડી ગયા હતા. યુવતીના પરિજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે દુલ્હા અને તેમના પરિજનો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથધરી હતી.
કાનપુરના પનકી પોલીસ સ્ટેશન કંગાગંજ કોલોની રહેનારી પુષ્પલતાના લગ્ન મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કરોલી નિવાસી ક્રાંતિ સિંહની સાથે નક્કી થયા હતા. 28 એપ્રિલે જાન આવવાની હતી. યુવતીના ઘરના લોકો જાનના સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા. દુલ્હન બનવા જઈ રહેલી પુષ્પલતા પોતાની સખીઓ સાથે બ્યૂટી પાર્લર પર તૈયાર થવા ગઈ હતી.
જ્યારે પુષ્પલતા બ્યૂટી પાર્લરમાં તૈયાર થઈ રહી હતી. ત્યારે તેના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો અને આ મેસેજ દુલ્હાનો હતો. જેમાં લખ્યું હતું કે, તે જાન લઈને નથી આવી રહ્યો. લગ્ન કેન્શલ થઈ ગયા છે. આ મેસેજ વાંચીને દુલ્હનના હોશ ઉડી ગયા હતા.
તેણે પરિવારના લોકોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીએ જણાવ્યું કે દુલ્હાએ દહેજની માંગને લઈને લગ્ન કેન્શલ કર્યા છે. પુષ્પલતા ચોખ્ખુ કહ્યું કે તે હવે તે યુવક સાથે લગ્ન નહીં કરે. પરંતુ તે યુવક અને તેના ઘરના લોકોને સજા ચોક્કસ અપાવશે.
તેણે કહ્યું કે આ પ્રકારે લગ્ન કેન્શલ થતાં ખુબ જ બેઈજ્જતી થઈ છે. લગ્નમાં 30 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. 12 લાખ રૂપિયાની કાર પણ ખરીદી હતી. આમ છતાં દહેજ લોભી યુવક અને તેના પરિવારનું પેટ ન ભરાયું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર