લોકસભા સ્પીકરની કેટલી છે સેલરી? શું તમે જાણો છો?

News18 Gujarati
Updated: June 20, 2019, 6:26 PM IST
લોકસભા સ્પીકરની કેટલી છે સેલરી? શું તમે જાણો છો?
ઓમ બિરલા

રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલાને બુધવારે લોકસભાના સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા

  • Share this:
રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલાને બુધવારે લોકસભાના સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા. લોકસભા અધ્યક્ષ પદ માટે તેમની દાવેદારી બાદ સદનમાં તેમની નિર્વિરોધ ચૂંટણી થઈ. બિરલાને સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ ધ્વનીમતથી પારિત થયો. તો આવો જાણીએ કે લોકસભા સ્પીકરની સેલરી કેટલી હોય છે અને કેવી પ્રકારની તેમને સુવિધા મળે છે.

શું હોય છે સ્પીકરની સેલરી?
લોકસભા સ્પીકર, સાંસદના જ એક સભ્ય હોય છે, જેથી તેમને 1954ના સંસદ અધિનિયમ હેઠળ પગાર, ભથ્થા અને પેન્શન મળે છે. આ અધિનિયમને ડિસેમ્બર 2010માં સંશોધિત કરવામાં આવ્યો હતો.

- વિશેષ અધિનિયમ અનુસાર, લોકસભા સ્પીકરને 50 હજાર રૂપિયા પગાર તરીકે મળે છે.
- સ્પીકરને દર મહિને 45 હજારનું નિર્વાચન ક્ષેત્રનું ભથ્થુ મળે છે.
- સ્પીકરને તેના પૂરા કાર્યકાળ માટે સંસદીય સત્ર અથવા બીજી સમિતીઓની બેઠકમાં ભાગ લેવા દરમ્યાન 2000 રૂપિયાનું દૈનિક ભથ્થુ પણ આપવામાં આવે છે.- કાર્યકાળ પૂરો થયા બાદ સ્પીકરને સંસદના સભ્ય હોવાના કારણે 2010ના સંસદ બિલ અનુસાર, 20000 રૂપિયાનું માસિક પેન્શન મળે છે.
- પેન્શન સિવાય સ્પીકરને 1500 રૂપિયાનું વધારાનું ભથ્થુ પણ આપવામાં આવે છે.

સંસદ સભ્ય હોવાના કારણે અન્ય પમ ઘણી સુવિધા મળે છે
- સ્પીકર અને તેના પરિવારને સદન મંત્રીમંડળની બરાબર યાત્રા ભથ્થુ આપવામાં આવે છે
- લોકસભા સ્પીકર દેશમાં યાત્રા કરે કે વિદેશ પ્રવાસે તેમને યાત્રા ભથ્થુ આપવામાં આવે છે
- સુવિધાઓમાં મફત આવાસ, ફ્રી યાત્રા અને ફ્રી બોર્ડિંગ સામેલ છે
- પ્રી વિજળી, એક નક્કી સીમા સુધી ફ્રી ફોન કોલની સુવિધા

આ સ્ટોરી પણ વાંચો: આ કોનો જાદુઈ સ્પર્શ છે જેનો હાથ અડતા જ માંદી ગાયો બેઠી થઇ જાય છે! 

જૂનાગઢનાં ઇનોવેટરે બનાવેલું વાવણી અને નિંદામણનું મશીન તમે જોયું?
First published: June 20, 2019, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading