અમદાવાદ : ગૂગલે 74માં ગણતંત્ર દિવસને ખાસ બનાવ્યો, શું તમે આજનું ડૂડલ જોયું? ના જોયુ હોય તો જોઈ લો કારણ કે, આજનુ ગુગલ ડુડલ ગુજરાતીઓ માટે પણ ખાસ છે કેમકે, આ ગુગલ ડૂડલ બનાવનાર વ્યક્તિ અમદાવાદનો છે જેનુ નામ પાર્થ કોઠેકર
તમને જણાવી દઈએ કે, ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે ગૂગલે ડૂડલ દ્વારા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. ગૂગલ તેમને ખાસ ડૂડલ્સ દ્વારા મોટા પ્રસંગોએ યાદ કરે છે. ગણતંત્ર દિવસના અવસર પર ગૂગલે એક ખાસ ડૂડલ શેર કર્યું છે.
આજે ભારત અને આપણે ભારતીયો આપણા દેશનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ. સર્વત્ર ગણતંત્ર દિવસ ઉજવાય છે. આ પ્રસંગે ગૂગલે એક ખાસ પ્રકારનું ડૂડલ પણ તૈયાર કર્યું છે. આજનું ગૂગલ ડૂડલ ટુડે ભારતીયોને પ્રજાસત્તાક દિવસની નિમીત્તે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવે છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ, એટલે કે આ દિવસે, ભારતે બંધારણ અપનાવ્યું અને પોતાને એક સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય જાહેર કર્યું.
આજના ગૂગલ ડૂડલમાં શું ખાસ છે?
ભારત આજે તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ગૂગલે આ પ્રસંગે એક અદ્ભુત ગૂગલ ડૂડલ તૈયાર કર્યું છે. ગૂગલે તેના હોમપેજ પર જે ડૂડલ મૂક્યું છે તેમાં હેન્ડ-કટ પેપર આર્ટ દેખાય છે. આ ખાસ આર્ટવર્ક અમદાવાદ, ગુજરાતના કલાકાર પાર્થ કોઠેકરે બનાવ્યું છે. આજના ગુગલ ડૂડલમાં પ્રજાસત્તાક દિવસની પરેડના ઘણા ઘટકો દેખાય છે. જેમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, CRPFની કૂચ ટુકડી, ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર વગેરેનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં રહેતા પાર્થ કોઠેેકરના નામના આર્ટિસ્ટે આજનુ ગુગલ ડૂડલ તૈયાર કર્યું હતુ જેમાં તેણેે પેપર કટ દ્વારા અદભુત રીતે આજનુ આર્ટ વર્ક તૈયાર કર્યું હતુ. જોકે, આ આર્ટ વર્ક તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાને પોતાના કેમેરામાં કેદ કરનાર અમદાવાદના જ સાર્થક મહેતાએ ઝીણવટપુર્વક દરેક શોટ્સ લીધા છે. જે અંગે સાર્થક મહેતાએ જણાવ્યું હતુ કે, પેપર કટ મોશન શોટ્સ પાછળની સર્જનાત્મક પ્રક્રિયા અસાધારણથી ઓછી નથી. કલાત્મક ઉત્કૃષ્ટતાનું આ સ્તર ખરેખર મનમોહક છે અને તેને જોનારા બધા પર કાયમી છાપ છોડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર