હું જ પાર્ટી અધ્યક્ષ, મીડિયા મારફતે મારી સાથે વાતચીત ન કરો: સોનિયા ગાંધી

સોનિયા ગાંધી.

Congress Working Committee Meeting: કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, હું જ કૉંગ્રેસ અધ્યક્ષ, મારી સાથે મીડિયા મારફતે વાતચીત ન કરો.

 • Share this:
  નવી દિલ્હી: કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠક (Congress Working Committee)માં શનિવારે જી-23 નેતાઓને નિશાને લીધા હતા. સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરવી, G-23 નેતાઓની ભાષણબાજી સહિત અનેક મુદ્દાની વાત રાખી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે, "હું જાણું છું કે હું વચગાળાની પ્રમુખ છું. હું પહેલા પણ ચૂંટણી કરાવવા માંગતી હતી પરંતુ કોરોનાને પગલે આવું થઈ શક્યું ન હતું. હવે પાર્ટી સંગઠનની ચૂંટણી માટે શિડ્યૂલ જાહેર કરવામાં આવશે." તેમણે વધુમાં કહ્યું કે, "પૂર્ણ સંગઠનાત્મક ચૂંટણી કાર્યક્રમ વિશે મહાસચિવ વેણુગોપાલ જી તમને આખી પ્રોસેસ જણાવશે."

  સોનિયા ગાંધીએ G-23 નેતાએને સંદેશ આપતા કહ્યું કે, "હું પાર્ટી નેતાઓ સાથે ખુલ્લા દિલથી વાત કરું છું. મારી સાથે મીડિયા મારફતે વાત કરવાની જરૂર નથી." સોનિયા ગાંધીએ G-23 નેતાઓને આકરો જવાબ આપતા કહ્યું કે, "જો તમે મને બોલવાની મંજૂરી આપો તો હું જ કૉંગ્રેસની પૂર્ણકાલિન અને કાર્યશીલ અધ્યક્ષ છું."

  સોનિયા ગાંધીએ કહ્યું કે, "આખું સંગઠને કૉંગ્રેસને ફરીથી મજબૂત કરવા માંગે છે. પરંતુ આ માટે એકતા અને પાર્ટીના હિતોને સર્વોપરિ રાખવાની જરૂર છે. આ માટે આત્મ-નિયંત્રણ અને અનુશાસન જરૂરી છે."

  આ પણ વાંચો: EXCLUSIVE: હવે કૉંગ્રેસમાં પણ થશે ધરમૂળથી પરિવર્તન, નવા પ્રભારી ડૉ.શર્માએ ખોલ્યા 'પત્તા'

  મોદી સરકાર પર સાધ્યું નિશાન

  G-23ના નેતાઓ પર નિશાન સાધ્યા બાદ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પણ શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, "મોદી સરકારનો એકમાત્ર એજેન્ડા છે, વેચો, વેચો વેચો." સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલી હત્યાઓની નિંદા કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરમાં લઘુમતિઓને નિશાન બનાવીને કરવામાં આવી રહેલી હત્યાની નિંદા કરીએ છીએ."  સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે, "અર્થતંત્રની હાલત એવી બિલકુલ નથી જેવો પ્રચાર સરકાર કરે છે. આપણે તમામ જાણીએ છીએ કે સરકાર પાસે આર્થિક સ્થિતિ સરખી કરવાના નામ પર રાષ્ટ્રીય સંપત્તિ વેચવાની યોજના છે." લખીમપુરની ઘટના અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે, "તાજેતરમાં જ, લખીમપુર ખીરીની ભયાનક ઘટના ભાજપની માનસિકતાને ઉજાગર કરી છે કે તેઓ ખેડૂત આંદોલનને કેવી રીતે જુએ છે."
  Published by:Vinod Zankhaliya
  First published: