આધારને ન બનાવો લેમિનેટેડ સ્માર્ટ કાર્ડ, થઈ શકે છે આ નુકસાન

આધારને ન બનાવો લેમિનેટેડ સ્માર્ટ કાર્ડ, થઈ શકે છે આ નુકસાન
પ્લાસ્ટિકનું આધારકાર્ડ (પ્રતિકાત્મક ઉપયોગ)

યૂઆઈડીએઆઈએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે પ્લાસ્ટિકના કાર્ડમાં ક્યૂઆર કોડ સરખી રીતે સ્કેન નથી કરી શકાતો.

 • Share this:
  જો તમે પણ તમારા આધાર કાર્ડને પ્લાસ્ટિકના કાર્ડમાં રૂપાંતરિક કરી નાખ્યું છે તો જરા સાવધાન થઈ જાઓ. યૂઆઈડીએઆઈએ જાણકારી આપી છે કે આ પ્રકારના આધાર કાર્ડ સરખી રીતે કામ નથી કરી રહ્યા. એ માટે આધાર કાર્ડ નીચે જે નાનો ભાગ આપવામાં આવે છે તેનો ઉપયોગ જરૂરી કામકાજ માટે કરવો.

  યૂઆઈડીએઆઈએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે પ્લાસ્ટિકના કાર્ડમાં ક્યૂઆર કોડ સરખી રીતે સ્કેન નથી કરી શકાતો, જેના કારણે યોગ્ય રીતે જાણકારી નથી મળી શકતી. યૂઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું છે કે આ પ્રકારના કાર્ડ સંપૂર્ણ રીતે બિનજરૂરી છે, તેમજ કાગળના આપવામાં આવતા આધાર કાર્ડ જ માન્ય છે. તેમણે કહ્યું કે અમુક લોકો પ્લાસ્ટિકના આધાર કાર્ડના નામે રૂ. 50થી લઈને રૂ. 300 સુધી પડાવી રહ્યા છે.  તેમણે કહ્યું કે તમે જ્યારે આધાર કાર્ડને પ્લાસ્ટિક કાર્ડમાં બદલવા માટે આપો છો ત્યારે અમુક લોકો તમારા ક્યૂઆર કોડનો ખોટો દુરુપયોગ પણ કરી લેતા હોય છે. આવું કરવાથી તમારી બધી માહિતી તેમની પાસે પહોંચી જતી હોય છે. તેમણે બિનઅધિકૃત એજન્સીઓને ચેતવણી આપી છે કે ખોટી રીતે આધાર કાર્ડ બનાવવું એક એક ગૂનો છે, આ પ્રકારના કામ માટે દંડની પણ જોગવાઈ છે.
  Published by:News18 Gujarati
  First published:February 06, 2018, 17:01 IST

  ટૉપ ન્યૂઝ