જમ્મુ-કશ્મીર પર તુર્કીના રાષ્ટ્રપ્રમુખના નિવેદન પર ભારતનો જવાબ, 'પહેલા સમજણ વિકસિત કરો'

News18 Gujarati
Updated: February 15, 2020, 11:03 AM IST
જમ્મુ-કશ્મીર પર તુર્કીના રાષ્ટ્રપ્રમુખના નિવેદન પર ભારતનો જવાબ, 'પહેલા સમજણ વિકસિત કરો'
તુર્કીના રાષ્ટ્રપ્રમુખની પાકિસ્તાન મુલાકાત.

તુર્કીના રાષ્ટ્રપ્રમુખ અર્દોગાને શુક્રવારે પાકિસ્તાનની સંસદમાં પોતાના સંબોધન કાશ્મીરીઓના સંઘર્ષની સરખામણી પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન વિદેશ શાસન વિરુદ્ધ તુર્કોની લડાઈ સાથે કરી હતી.

  • Share this:
નવી દિલ્હી : ભારતે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) અંગે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રજબ તૈયબ અર્દોગાન (Recep Tayyip Erdogan)ની ટિપ્પણીની ટીકા કરતા શનિવારે કહ્યુ છે કે તેઓ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ કે જમ્મુ-કાશ્મીર અંગે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ દ્વારા આપવામાં આવેલા તમામ સંદર્ભોને રદ કરે છે. તેમણે કહ્યુ કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગે છે, જે તેનાથી ક્યારેય પણ અલગ ન થઈ શકે.

જમ્મુ-કાશ્મીર અંગે અર્દોગાનની ટિપ્પણી સંદર્ભે રવીશ કુમારે કહ્યુ કે, "ભારત જમ્મુ-કાશ્મીર અંગે તમામ સંદર્ભોને રદ કરે છે. તે ભારતનું અભિન્ન અંગ છે, જે ક્યારેય અલગ ન થઈ શકે. અમે તુર્કીને આગ્રહ કરીએ છીએ કે તે ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરે તેમજ ભારત તેમજ સમગ્ર ક્ષેત્રના માટે પાકિસ્તાનમાંથી જન્મતા આતંકવાદના ગંભીર ખતરા સહિત અન્ય તથ્યો અંગે યોગ્ય સમજ કેળવે."

અર્દોગાને શુક્રવારે પાકિસ્તાનની સંસદમાં પોતાના સંબોધન કાશ્મીરીઓના સંઘર્ષની સરખામણી પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન વિદેશ શાસન વિરુદ્ધ તુર્કોની લડાઈ સાથે કરી હતી.

અર્દોગાને પાકિસ્તાનની સંસદનમાં સંયુક્ત સત્રને સંબોધન કરતા કહ્યુ કે, "અમારા કાશ્મીરી ભાઈ-બહેનોએ વર્ષોથી ખૂબ સહન કર્યું છે. આ દરમિયાન તેમણે ભારતનું નામ લીધા વગર કહ્યું કે તાજેતરમાં ઝડપથી કરવામાં આવેલા નિર્ણયને કારણે તેમની પીડામાં વધારો થયો છે. કાશ્મીરનો મુદ્દો સંઘર્ષ કે દબાણથી નહીં ઉકેલી શકાય. આ મુદ્દાના ન્યાય અને પારદર્શિતાથી જ ઉકેલી શકાય છે. આ પ્રકારે કાઢવામાં આવેલું સમાધાન જ તમામ પક્ષોના હિતમાં રહેશે."
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर