Home /News /national-international /મંત્રીજીની ગાડી છે! કોઈ તકલીફ ન પદવી જોઈએ, સોશ્યલ મીડિયામાં લેટર વાયરલ થતાં પબ્લિક વીફરી

મંત્રીજીની ગાડી છે! કોઈ તકલીફ ન પદવી જોઈએ, સોશ્યલ મીડિયામાં લેટર વાયરલ થતાં પબ્લિક વીફરી

મંત્રીજીની ગાડી સાથે લેટર વાયરલ

UP Minister Baby Rani: ઉત્તરપ્રદેશના એક મહિલા મંત્રીને લઈને વિવાદ ઊભો થયો છે. તેઓની ગાડી ન રોકવા માટે લેટરપેડ પર એક નોંધ લખીને મોકલાવી હતી જેમાં લખ્યું હતું કે આ ગાડી મંત્રીજીની છે તેને કોઈ તકલીફ પડવી ન જોઈએ.

    સહરાનપુર: ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં મહિલા અને વિકાસ કેબિનેટ મંત્રી તથા ઉત્તરાખંડની પૂર્વ રાજ્યપાલ બેબી રાની મૌર્યનો લાકડાનો સામાન સહારનપુરથી તેમના આગ્રા નિવાસ સુધી ટોલ ટેક્સ વગર મોકલવામાં આવ્યો છે. સહારનપુરના જિલ્લા કાર્યક્મ અધિકારી આશા ત્રિપાઠીએ સામાન લઈને જતા ડ્રાઈવરને એક પ્રમાણપત્ર આપીને મોકલ્યો છે. આ પ્રમાણપત્રમાં લખવામાં આવ્યું છે કે, આ મંત્રીનો સામાન છે, તેમની પાસેથી ટોલ ટેક્સ લેવામાં ન આવે. જિલ્લા કાર્યક્રમ અધિકારીનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે અને ચર્ચાનો વિષય બની ગયો છે.

    લેટરપેડ પર આપી દીધું સર્ટિફિકેટ

    મહિલા તથા વિકાસ મંત્રી બેબી રાની મૌર્ય ગયા મહિને જનપદના પ્રવાસે આવ્યા હતા. જ્યાંથી 24 ઓગસ્ટના રોજ તેમના આવાસ 4/એ જનરલ કરિયપ્પા રોડ, નિકટ બાલૂ ગંજ પોલિસ ચોકી, આગ્રા એક ગાડીમાં સામાન મોકલવામાં આવ્યો હતો. જે ગાડીમાં સામાન મોકલવામાં આવ્યો, તેના ડ્રાઈવરને જિલ્લા કાર્યક્રમ અધિકારી આશા ત્રિપાઠીએ પોતાના વિભાગીય લેટરપેડ પર એક સર્ટીફિકેટ બનાવી આપ્યું હતું. આ સર્ટીફિકેટમાં લખ્યું હતું કે, માનનીય મંત્રી બેબી રાની મૌર્ય માટે કેટલોક સામાન ગાડી નંબર UP 11 BT 8347માં સહારનપુરથી માનનીય મંત્રીના આવાસ આગ્રા જઈ રહ્યો છે. જેથી તમને જણાવવામાં આવે છે કે, આ ગાડી પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ ટેક્સ વસૂલવામાં ના આવે. વધુ જાણકારી માટે કેબિનેટ મંત્રીના પર્સનલ સેક્રેટરી સંજયના મોબાઈલ નંબર 94104060## પર સંપર્ક કરી શકાય છે.

    આ પણ વાંચો: એક સપ્તાહમાં ગરબા આયોજનમાંથી 14 વિધર્મીઓની ધરપકડ, ફોટો ખેંચતા હોવાનો બજરંગ દળનો દાવો

    આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલે મંત્રીના પર્સનલ સેક્રેટરી સંજયે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, સહારનપુરથી મંત્રીના આવાસ પર સામાન મોકલવામાં આવ્યો છે, તે અંગે કોઈ જાણકારી મળી નથી.



    રસ્તામાં કોઈપણ પ્રકારની પરેશાની ન થાય અને ટોલ ટેક્સ લેવામાં ન આવે

    જિલ્લા કાર્યક્રમ અધિકારી આશા ત્રિપાઠીએ આ અંગે જાણકારી આપી છે, તેમણે જણાવ્યું કે, માનનીય મંત્રી ગયા મહિને આ જિલ્લામાં પ્રવાસ માટે આવ્યા હતાં. તે સમયે તેમણે લાકડાનો સામાન ખરીદ્યો છે. મંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે, સામાન ગાડીમાં આગ્રા જઈ રહ્યો છે. આ દરમિયાન રસ્તામાં કોઈપણ પ્રકારની પરેશાની ન થાય અને ટોલ ટેક્સ લેવામાં ન આવે તેવો એક પત્ર લખીને આપવાનો છે. વિભાગીય અધિકારી હોવાના કારણે મેં તે પ્રમાણપત્ર બનાવી આપીને ડ્રાઈવરને આપ્યો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Minister, Social media, Uttarpradesh, Viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन