Home /News /national-international /મંદીના ભણકારા: કાર, ફ્રીજ કે કોઈ નવી વસ્તુ ખરીદતા નહીં, રોકડા રૂપિયા બચાવી રાખજો, જાણો કોણે આપી આ સલાહ

મંદીના ભણકારા: કાર, ફ્રીજ કે કોઈ નવી વસ્તુ ખરીદતા નહીં, રોકડા રૂપિયા બચાવી રાખજો, જાણો કોણે આપી આ સલાહ

jeff bezos

બેજોસે કહ્યું કે, જો આપ એકલા રહો છો અને આપ મોટી સ્ક્રીનવાળું ટીવી ખરીદવા વિશે વિચારી રહ્યા છો, આપે થોડી રોકાઈ જવું જોઈએ. આ રોકડ રૂપિયા આપ આપની પાસે રાખો અને જુઓ કે શું થાય છે.

    નવી દિલ્હી: અમેઝોનના ફાઉંડર જેફ બેઝોસે લોકોને ખર્ચા ઓછા કરવા અને પૈસા વધારે બચાવાની સલાહ આપી છે. તેમણે લોકોને કહ્યું કે, રોકડા રૂપિયા બચાવીને રાખજો અને આવનારા સમયમાં હોલીડે સીઝનમાં બિન જરુરી વસ્તુઓ પર ખર્ચા કરતા નહીં. અબજોપતિ જેફ બેઝોસે સામે દેખાઈ રહેલી સંભવિત મંદીના કારણે આ સલાહ આપી છે.

    CNN સાથે આપેલા એક ઈન્ટરવ્યૂમાં બેજોસે કહ્યું કે, અમેરિકાના લોકોએ આવનારા દિવસોમાં કોઈ મોટી ખરીદી કરવી જોઈએ નહીં, જેમ કે નવું ફ્રીજ અથવા તો બ્રાન્ડ ન્યૂ કાર. આ પૈસા મંદીના કપરા સમયમાં આપને કામમાં આવશે.

    આ પણ વાંચો: આર્થિક મંદી શું છે અને તેની સામાન્ય માણસ પર શું અસર પડે છે? જાણો ભારતમાં આવી સ્થિતિ ક્યારે-ક્યારે સર્જાઇ

    બેજોસે કહ્યું કે, જો આપ એકલા રહો છો અને આપ મોટી સ્ક્રીનવાળું ટીવી ખરીદવા વિશે વિચારી રહ્યા છો, આપે થોડી રોકાઈ જવું જોઈએ. આ રોકડ રૂપિયા આપ આપની પાસે રાખો અને જુઓ કે શું થાય છે. ફ્રીજ, નવી કાર કે પછી કંઈક બીજૂ. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, જો લોકો આવું કરશે, તો પહેલાથી કમાણી કરી રહેલી અમેઝોનનું રેવેન્યૂ હજૂ પણ નીચે જશે.

    સારા સમયની આશા રાખો અને ખરાબ સમયની તૈયારી


    તેનાથી આગળ, અમેઝોનના પૂર્વ સીઈઓએ ભલામણ કરી છે કે નાના બિઝનેસ કરનારા પણ નવા ઉપકરણોમાં રોકાણ કરવાની જગ્યાએ રોકડ રકમ પોતાની પાસે રાખે. તેમણે કહ્યું છે કે, જેટલું બને તેટલું ઓછુ જોખમ લો. સારા માટે આશા રાખો, પણ સૌથી ખરાબ માટે તૈયાર રહો.


    પોતાની મોટા ભાગની સંપત્તિ દાન કરશે


    જેફ બેજોસને કહ્યું કે, તે પોતાની જીવનકાળમાં 124 બિલિયન ડોલરની કુલ સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો દાન કરશે. મોટી ઈ કોમર્સ કંપનીના માલિકે ટીવી ચેનલને કહ્યું કે, તે પોતાના મોટા ભાગની સંપત્તિ જળવાયુ પરિવર્તનથી લડવા માટે અને એવા લોકોનું સમર્થન કરનારાને આપશે. જે ઊંડા સામાજિત અને રાજકીય વિભાજનની સામે માનવતાને એકજૂટ કરી શકે છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Jeff Bezos

    विज्ञापन
    विज्ञापन