ચેન્નઈઃ દેશમાં કોરોના વાયરસ (Covid-19)નો કહેર સતત વધી રહ્યો છે. આ વાયરસના કારણે તમિલનાડુમાં ધારાસભ્યના મોતનો પહેલો મામલો સામે આવ્યો છે. દ્રવિડ મુનેત્ર કડગમ (DMK)ના ધારાસભ્ય જે. અનબાલાગન (J Anbalagan)નું કોરોના સંક્રમણના કારણે અવસાન થયું છે. અનબાલાગન એક સપ્તાહ પહેલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ચેન્નઇની ખાનગી હૉસ્પિટલલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બુધવાર સવારે લગભગ 7 વાગ્યે તેમનું નિધન થયું છે. અનબાલાગન ચેન્નઈ પશ્ચિમ જિલ્લામાં ડીએમકે સેક્રેટરી પણ હતા. કોરોના વાયરસથી કોઈ જન-પ્રતિનિધિનું મોત થયું હોય તેવો આ દેશનો પહેલો મામલો છે.
ગત મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ અને તાવની ફરિયાદ બાદ અનબાલગનનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદથી વ તેઓ ચેન્નઈના ડૉ. રેલા ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મેડિકલ સેન્ટરમાં દાખલ હતા. 61 વર્ષીય અનબાલાગનને કિડનીથી જોડાયેલી બીમારી પણ હતી. તેમનું શુગર લેવલ પણ હાઈ હતું.
હૉસ્પિટલના સીઈઓ ડૉ. ઇલનકુમાર કલિયામૂર્તિ મુજબ, ધારાસભ્યની હાલત સોમવાર સાંજથી બગડવા લાગી હતી. તેમને ક્રિટિકલ કેર યૂનિટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કલયામૂર્તિ મુજબ, ડીએમકે ધારાસભ્ય અનબાલાગનું હૃદય યોગ્ય રીતે કામ નહોતું કરી રહ્યું. એવામાં તેમની સ્થિતિ નાજુક થઈ ગઈ હતી. બુધવાર સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
Tamil Nadu: DMK MLA J Anbazhagan who was suffering from COVID19 passes away at a private hospital in Chennai pic.twitter.com/g0LQMNw0v3
મહારાષ્ટ્ર બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ કેસ તમિલનાડુમાં છે. ચેન્નઈ અને આસપાસના જિલ્લાઓમાં રાજ્યના કુલ કોરોના વાયરસ કેસોમાં 75 ટકા હિસ્સેદારી છે. આ ઉપરાંત ચેન્નઈ જિલ્લામાં 18.13 ટકાની પોઝિટિવિટી દર નોંધવામાં આવી છે. આ ઉપરાંત ચેંગપટ્ટૂ 13.28 ટકા, તિરુવલ્લૂર 11.96 ટકા અને અરિયાલૂરમાં 9.62 ટકા છે.
હાલમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામીએ કહ્યું હતું કે, રાજ્યમાં નોંધાયેલા કેસોમાંથી લગભગ 86 ટકા એસિમ્પટોમેટિક એટલે લક્ષણ વગરના છે. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે સંક્રમણના પ્રસાર પર અંતે કાબૂ મેળવી લેવામાં આવશે.