કનિમોઝીના ઘરેથી ખાલી હાથે પરત ફર્યા I-T અધિકારી, મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

News18 Gujarati
Updated: April 17, 2019, 9:23 AM IST
કનિમોઝીના ઘરેથી ખાલી હાથે પરત ફર્યા I-T અધિકારી, મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
ડીએમકે નેતા કનિમોઝી (ફાઇલ ફોટો)

I-T વિભાગના અધિકારીઓએ કનિમોઝીના ઘરને પોતાના કબજામાં લઈ લીધું હતું અને કોઈને પણ અંદર અને બહાર જવાની મનાઈ ફરમાવી હતી

  • Share this:
ઇનકમ ટેક્સ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કનિમોઝીને ત્યાં થુતુકુડીમાં હાથ ધરવામાં આવેલા દરોડામાં કંઈ પણ નથી મળ્યું. સૂત્રોનું કહેવું છે કે કનિમોઝી ત્યાં ઉપસ્થિત હતા અને તેઓએ અધિકારીઓ સાથે પૂરો સહયોગ કર્યો. સર્ચ ઓપરેશન હવે પૂરું થઈ ચૂક્યું છે.

કનિમોઝીએ કહ્યું કે, સર્ચ ઓપરેશન માટે અધિકારીઓ પાસે વોરન્ટ નહોતું. તેમ છતાંય અમે અધિકારીઓ સાથે પૂરો સહયોગ કર્યો. મારી વિરુદ્ધ રાત્રે 9.30 વાગ્યે સમન્સ જાહેર કરવામાં આવ્યું અને તરત સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. જ્યાં સુધી મારી જાણકારી છે આ કાયદો નથી. મને લાગે છે કે હું વિપક્ષી પાર્ટીનું છું તેથી અહીં દરોડા પાડવામાં આવ્યા છે.

સર્ચ ઓપરેશનની જાણ થતાં જ ડીએમકે સમર્થક કનિમોઝીના ઘરની સામે એકત્ર થઈ ગયા અને પીએમ મોદીની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ કર્યું.

ઇનકમ ટેક્સ વિભાગના એક સિનિયર તપાસ અધિકારીએ જણાવ્યું કે, તૂતીકોરિનના કલેક્લટર દ્વારા અમને જાણકારી મળી હતી કે ઘરના ઉપરના ભાગને રોકડ એકત્ર કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કલેક્લટર પાસેથી મળેલી આ જાણકારીના આધારે અમે બે ટીમોની સાથે ઘરમાં ઘૂસ્યા. અમે માત્ર એ તપાસ કરી રહ્યા છીએ કે ત્યાં પૈસા સ્ટોર કરવામાં આવતા હતા કે નહીં.

મૂળે, મંગળવારે ડીએમકે નેતા કનિમોઝીના ઘરે ઇનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી એ વાતની જાણકારી નથી મળી કે દરોડા કેમ પાડવામાં આવ્યા હતા. ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સમગ્ર ઘરને પોતાના કબજામાં લઈ લીધું હતું અને કોઈને પણ અંદર અને બહાર જવાની મંજૂરી નહોતી આપી.

ડીએમકેના ચીફ એમકે સ્ટાલિને ઇનકમ ટેક્સ વિભાગના દરોડા પર વળતો હુમલો કરતાં આરોપ લગાવ્યો હતો કે બીજેપીના તમિલનાડુ એકમની અધ્યક્ષ તમિલિસાઇ સૌંદર્યરાજનના ઘરે કરોડો રૂપિયા છે તેમ છતાંય ઇનકમ ટેક્સ વિભાગ તેમને ત્યાં દરોડા નથી પાડતી. તેઓએ કહ્યું હતું કે ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે પરંતુ તેને લઈ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. હું ભવિષ્યમાં ચૂંટણી પંચમાં સુધારાનું આહ્વાન કરું છું.

ડીએમકેના સિનિયર નેતા અને રાજ્યસભા સાંસદ કનિમોઝી દક્ષિણ-તમિલનાડુમાં તૂતીકોરિન લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કનિમોઝી પહેલીવાર લોકસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. પોતાની ચૂંટણી સભાઓમાં કનિમોઝી બીજેપી પર આકરા પ્રહારો કરે છે. તેઓએ કહ્યું કે જો આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીત થઈ તો આ દેશની છેલ્લી લોકસભા ચૂંટણી હોઈ શકે છે.
First published: April 17, 2019, 7:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading