VIDEO: મંચ પર ચડીને લઈ રહ્યો હતો સેલ્ફી, મંત્રીએ મારી દીધો તમાચો

કર્ણાટક સરકારના મંત્રી ડીકે શિવકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કર્ણાટક સરકારના મંત્રી ડીકે શિવકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
    કર્ણાટક સરકારના મંત્રી ડીકે શિવકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ એક વ્યક્તિના મોબાઈલ ફોનને હાથ મારીને નીચે ફેંકી દે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો રવિવારનો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

    એએનઆઈના જણાવ્યા પ્રમાણે, રવિવારે ડીકે શિવકુમાર બેલ્લારીમાં એક લોકસભાને સંબોધવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડ પરથી એક વ્યક્તિ મંચ પર ચડીને ડીકે શિવકુમાર સાથે સેલ્ફી લેવા લાગ્યો હતો. વ્યક્તિના આવા વર્તન પર મંત્રી ગુસ્સે ભરાયા હતા. તેમણે હાથ મારીને વ્યક્તિનો મોબાઈલ નીચે પાડી દીધો હતો.

    કર્ણાટકમાં હાલમાં સિદ્ધારમૈયાના નેતૃત્વની કોંગ્રેસની સરકાર છે. ડીકે શિવકુમાર રાજ્યના ઉર્જા મંત્રી છે. શિવકુમાર કોંગ્રેસ પાર્ટી માટે ફંડ એકઠું કરવાથી લઈને સભાઓમાં ભીડ એકઠી કરવાનું કામ કરે છે.

    કર્ણાટકમાં આ વર્ષે એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે શિવકુમારને 70 સભ્યોની પ્રદેશ કેમ્પેન કમિટિના ચેરમેન બનાવ્યા છે.

    Published by:Vinod Zankhaliya
    First published: