Diwaliએ અકસ્માતોની વણઝાર, બે ઘટનામાં સગા ભાઈઓ સહિત કુલ 9 લોકોના મોત, ખુશીનો તહેવાર શોકમાં ફેરવાયો

અકસ્તમાક ગ્રસ્ત વાહનોની તસવીરો

સંતકબીર નગર વિસ્તારમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત સહિત પાંચ યુવકોના મોત થયા છે. ત્રણ યુવક તો એક જ ગામના હતા.

 • Share this:
  સંતકબીરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંતકબીરનગરના ખલીલાબાદમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં (Road accident) બે સગા ભાઈઓના મોત સહિત પાંચ યુવકોના મોત થયા છે. ત્રણ યુવક તો એક જ ગામના હતા. સાઉદી અરબથી (saudi arab) પરત ફરી રહેલા યુવકને લખનઉથી (Lucknow) રિસીવ કરીને ગામ પરત ફરી રહ્યા હતા. કાર ડિવાઈડરને પાર કરીને કંન્ટેનરથી ટકરાઈ હતી. અકસ્માતમાં કારના ભૂક્કા બોલાઈ ગયા હતા. મોતની જાણકારી મળતા જ ગામમાં કોહરામ મચી ગયો હતો.

  મળતી માહિતી પ્રમાણે રામપુર કારખાના પોલીસ સ્ટેશન સ્થિત કરમહા ગામના નિવાસી 25 વર્ષીય અજમદ અલી અરબમાં નોકરી કરતો હતો. તેમના બે મોટા ભાઈ ગુલામ અલી અને નૌશાદ અલી પણ સાઉદી અરબમાં રહેતા હતા. તેઓ કુશીનગરના કપૂર પિપરા ગામના નિવાસી 27 વર્ષીય અરમાન સાથે શનિવારે લખનઉ એરપોર્ટ ઉપરથી સાઉદ અરબથી આવ્યા હતા. તેમનો નાનો ભાઈ ગોલૂ કાર લઈને તમને રિસિવ કરવા એરપોર્ટ પહોંચ્યો તો. આ સાથે જ ગામના રિયાઝ અને ઈસ્લામ પણ હતો.

  પાંચ યુવકો કારથી ઘરે પરત આવી રહ્યા હતા. રાત્ર બે વાગ્યાની આસપાર કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર પાર થઈ કન્ટેનરને ટકરાઈ હતી. બંને વાહનો આમને સામને ટકરાતા કારના ભૂક્કા બોલાઈ ગયા હતા. દુર્ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ભારે જહેમત બાદ લાશોને બહાર કાઢી હતી. ઘાયલ અરમાનને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ અરમાનનું મોત નીપજ્યું હતું. અત્યારે ખલીલાબાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

  આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'

  અન્ય એક ઘટના ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના શેરગઢ વિસ્તારમાં એક કાર પુલની રેલિંગથી ટકરાઈને નહેરમાં ખાબકી હતી. આ ઘટનામાં બે સગાભાઈઓ સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા. એક મહિલા સહિત અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! માથું પટકીને રડતી રહી માસૂમ પુત્રી, ફટાકડા વેચરનાર પિતાને લઈ ગઈ પોલીસ, Video Viral

  આ પણ વાંચોઃ-ડોક્ટરોની ગંભીર બેદરકારી! ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનું મોત, અંતિમસંસ્કાર બાદ અસ્થી ભેગી કરતા સમયે રાખમાંથી મળી કાતર

  શેરગઢ પોલીસ સ્ટેશન પ્રભારી અનુજ મલિકના જણાવ્યા પ્રમાણે શુક્રવારે આઠ લોકો કારમાં સવાર હરિયાણાથી હસનપુર જઈ રહ્યા હતા. ત્યારેબ બદાયુ જિલ્લાની ઉઝાનીથી ભાત લઈને પરત ફરી રહ્યા હતા. શેરગઢ વિસ્તરામાં પૈંગાવ પાસે તેમની ગાડી નહેરમાં ખાબકી હતી.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બે સગાભાઈઓ કુંવરપાલ અને ઋષિપાલ અને મોહન સ્યામ તથા લક્ષ્મીનારાયણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અંશુ, ભીમ, પલક અને હેમંતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી કરી હતી.
  Published by:ankit patel
  First published: