Home /News /national-international /એવું બ્રિટન બનાવીશ જ્યાં આપણાં સંતાનો દીવા કરી શકશે! ઋષિ સુનકે કરી દિવાળીની ઉજવણી

એવું બ્રિટન બનાવીશ જ્યાં આપણાં સંતાનો દીવા કરી શકશે! ઋષિ સુનકે કરી દિવાળીની ઉજવણી

બ્રીટનમા ઋષિ સુનકે કરી દિવાળી

Diwali 2022 In Britain: બ્રીટનમા દિવાળીની ઉજવણીમાં જોડાયેલા નવા વડાપ્રધાન ઋષિ સુનકે જણાવ્યુ હતું કે એવું બ્રિટન બનાવીશું જ્યાં આપણાં બાળકો દીવા કરી શકે.

  ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બની ગયા છે અને તેમણે યુકેની સૌથી મોટી ઓફિસનો ચાર્જ સંભાળ્યો છે. આવું કરનાર ભારતીય મૂળના સૌપ્રથમ એવા ઋષિ સુનક માટે સૌથી મહત્વની વાત એ પણ હતી કે તેમના વડાપ્રધાન બનવાની જાહેરાત દિવાળીના દિવસે કરવામાં આવી હતી. બુધવારે ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના વડાપ્રધાનના નિવાસસ્થાનેથી દિવાળીની શુભેચ્છાઓ શેર કરી.

  દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા ઋષિ સુનકે બ્રિટનને એવું બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી કે જ્યાં "આપણા બાળકો અને પૌત્રો તેમના દીવા પ્રગટાવી શકે." તેમણે દિવાળી રિસેપ્શનની તસવીર શેર કરતા તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "આજની રાતના દિવાળી રિસેપ્શનમાં હાજર રહીને આનંદ થયો. હું UKને એવું બનાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ કે જ્યાં આપણાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ પોતાના દીવા કરી શકે અને આશા સાથે ભવિષ્ય તરફ જુએ. બધાને દિવાળીની શુભકામનાઓ!"  સુનકે કરી લિઝ ટ્રસની પ્રશંસા

  10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી એક નિવેદનમાં સુનકે કહ્યું હતું કે તેઓ અગાઉના નેતાઓની ભૂલોને કારણે ચૂંટાયા હતા. જો કે, તેણે એમ કહીને તેણીની પ્રશંસા કરી હતી કે "હું મારા પુરોગામી લિઝ ટ્રુસને અભિનંદન આપવા માંગુ છું કે તેઑ આ દેશના વિકાસમાં સુધારો કરવા માંગતા હતા. અને તે પોતે જ એક ઉમદા કારણ છે.  કેટલીક ભૂલો થઈ છે પણ તેમ છતાં તે ભૂલો હતી, પરંતુ ખરાબ ઇરાદાથી કરવામાં આવી નહોતી.''

  તેમણે બ્રિટિર્શર્સને એવો વિશ્વાસ હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને કહ્યું હતું  કે તેમની સરકાર દરેક સ્તરે પ્રમાણિક્તાની જવાબદારી લેશે. સુનકે કહ્યું હતું કે, "ભવિષ્યમાં આપણા દેશનું નેતૃત્વ કરવા, તમારી જરૂરિયાતોને રાજકારણથી ઉપર રાખવા, તમારી વાતો અને મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવા અને અમલી બનાવવા માટે હું અહીં તમારી સમક્ષ ઉભો છું. સાથે મળીને આપણે અવિશ્વસનીય વસ્તુઓ કરી શકીએ છીએ. હાંસલ કરી શકીએ છીએ."

  સૌથી યુવા બ્રિટિશ વડાપ્રધાન

  નોંધપાત્ર રીતે, 42 વર્ષીય ઋષિ સુનાક, જેઓ હિન્દુ છે, મંગળવારે  ઐતિહાસિક નેતૃત્વની સ્પર્ધામાં કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે નિમણૂક પામવા માટે કિંગ ચાર્લ્સને મળ્યા હતા અને ઔપચારિક રીતે વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ઇન્વેસ્ટમેન્ટ બેન્કરમાંથી રાજકારણી બનેલા ઋષિ સુનક 210 વર્ષમાં સૌથી યુવા બ્રિટિશ વડા પ્રધાન છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: BRITAIN, Diwali 2022, Rishi Sunak

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन