Diwali 2021: સીએમ કેજરીવાલે દિવાળીની પાઠવી શુભેચ્છા, વાંચો શું કહ્યું?

અરવિંદ કેજરીવાલ ફાઈલ તસવીર

Arvind Kejriwal Diwali Puja: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ દેશવાસીઓને દીપાવલી (Diwali Wishes) પર શુભેચ્છા પાઠવી છે. આ સાથે તેઓ આજે સાંજે 7 વાગ્યે રાજધાનીના ત્યાગરાજ સ્ટેડિયમમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે પૂજા કરશે.

  • Share this:
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) દિલ્હી સહિત તમામ દેશવાસીઓને દીપાવલી (Diwali festival) પર શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, "રોશનીનો મહાપર્વ દીપાવલીની બધાને હાર્દિક શુભેચ્છાઓ. માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા બધા પર કાયમ રહે. આજે સાંજે 7 વાગ્યાથી દિલ્હીથી 2 કરોડ લોકો મળીને દિવાળી પૂજન (Diwali puja) કરશે જેનું ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.આવો, આપણે સૌ ભેગા થઈ ભગવાન રામચંદ્રજીનું સ્વાગત કરીએ. '

દિલ્હી સરકારે (Delhi Government) રાજધાનીના ત્યાગરાજ સ્ટેડિયમમાં અયોધ્યાની તર્જ પર રામ મંદિરનું મોડેલ બનાવ્યું છે, જ્યાં સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને અન્ય કેબિનેટ મંત્રીઓ આજે સાંજે 7 વાગ્યે દિવાળી પૂજા કરશે. જ્યારે ઝંડેવાલાન મંદિરના પંડિતો દિવાળી પૂજા કરાવશે. તેમજ પ્રખ્યાત ભજન ગાયક અનુરાધા પૌડવાલ ભજન કરશે. આ સિવાય પ્રખ્યાત ભરતનાટ્યમ કલાકાર ગીતા ચંદ્રન ગણેશ વંદના કરશે.

આવુ હશે મંદિરનું મોડેલ
ત્યાગરાજ સ્ટેડિયમમાં બનાવવામાં આવેલા રામ મંદિર મોડેલની ઊંચાઈ 60 ફૂટ અને પહોળાઈ 110 ફૂટ છે. આ ઉપરાંત ત્યાગરાજ સ્ટેડિયમના આંગણામાં સુંદર કલાકૃતિઓના શણગારથી મંદિરની દિવાલ પણ બનાવવામાં આવી છે. 50-60 કારીગરોની ટીમે તેને બનાવ્યું છે.

આ પણ વાંચો:કોવેક્સિનને WHOની મંજૂરી મળતા માંડવિયાએ કહ્યું, ‘આત્મનિર્ભર ભારતની દિવાળી છે’

ભાજપએ સાધ્યુ નિશાન
ત્યાગરાજ સ્ટેડિયમમાં નિર્માણ થઈ રહેલા રામ મંદિરના મુસદ્દા અંગે ભાજપે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર
કર્યા હતા. ભાજપના નેતા તરુણ ચુગે કહ્યું કે, રામ મંદિરનો વિરોધ કરનારાઓ આજે રામ મંદિરનું મોડેલ બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: Vastu Tips: ભાઇબીજના દિવસે ભાઇની પૂજા અને તિલક સમયે ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટીપ્સ

ગયા વર્ષે અક્ષરધામ મંદિરની કરી હતી પૂજા
ગયા વર્ષે અક્ષરધામ મંદિરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂજા કરી હતી. જ્યારે 2019માં સીપીના સેન્ટ્રલ પાર્કમાં દિવાળી પૂજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રીએ તાજેતરમાં અયોધ્યાની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ-માતા-પિતા સાવધાન! સુરતઃ ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઈ ગયું, ભારે ઝાડા-ઉલટી થતાં મોત 

તેમણે 25 ઓક્ટોબરે અયોધ્યામાં સરયુ કિનારે આરતીમાં ભાગ લીધો હતો, જ્યારે બીજા દિવસે 26 ઓક્ટોબરે તેઓ રામલ્લાહની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આપ સરકાર 'મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના' હેઠળ અયોધ્યામાં રામ લાલાના દર્શન પણ કરશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર દર વર્ષે 'દિલ્હી કી દિવાળી' કાર્યક્રમ યોજે છે.
Published by:Riya Upadhay
First published: