Firecrackers Ban Impact: ફટાકડા કંપનીઓના એસોસિએશને કહ્યું- 10 હજાર લોકો થશે બેરોજગાર

પ્રતિકાત્મક તસવીર

એનજીટીએ કહ્યું કે 7થી 30 નવેમ્બર સુધી ફટાકડાને લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને તેની પર પ્રતિબંધ મૂકવો જોઇએ કે નહીં?

  • Share this:
    દિલ્હી: ફટાકડા પર પ્રતિબંધ પાછો ખેંચ્યા પછી હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ આ વિષય ધ્યાન પર લીધો છે. એનજીટીએ આ મામલે હવે તમામ રાજ્યોથી જવાબ માંગ્યો છે. જવાબ દાખલ કરવા માટે રાજ્યોને શુક્રવાર સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પર ફટાકડા કંપની એસોસિએશન (Crackers Association)નું કહેવું છે કે ફટાકડા ઉદ્યોગથી 10 હજાર લોકોનો રોજગાર જોડાયેલો છે. અને તેના પર પ્રતિબંધ મૂકાતા આ બધા લોકો બેરોજગાર થશે. ત્યાં જ એનજીટીએ કહ્યું કે 7થી 30 નવેમ્બર સુધી ફટાકડાને લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને તેની પર પ્રતિબંધ મૂકવો જોઇએ કે નહીં?

    જાણકારોનું માનીએ તો વર્ષ 2018 સુધી દિલ્હીમાં ફટાકડાનો વેપાર લગભગ 2000 કરોડ રૂપિયાનો હતો. આ પછી વાયુ પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડા વેચવાનો આદેશ બહાર પાડ્યો. પણ 2019 સુધી ગ્રીન ફટાકડા અને તેના વેચાણના લાઇસન્સ તેના બની ન શક્યા કે દિવાળીમાં પબ્લિકની ડિમાન્ડ પૂરી કરી શકે. 2020માં દિવાળી આવી તો લોકડાઉન અને કોરોના કારણે ગ્રીન ફટાકડા ના બની શક્યા. જ્યારે 93 ફેક્ટરીની પાસે ગ્રીન ફટાકડા બનાવાનું લાઇસન્સ પણ હતું. હવે આ વેપાર 2થી 3 કરોડ રૂપિયાના રહી ગયો છે.

    હોલસેલમાં ફટાકડાના વેપારી દિપકનું કહેવું છે કે રાજસ્થાન, યુપી અને હરિયાણાની વાત કરીએ તો ત્યાં કરોડો રૂપિયાનો વેપાર છે. યુપી અને હરિયાણાથી એનસીઆરની પાસે આવેલા શહેરોની વાત કરીએ તો સામાન્ય રીતે અહીં ફટાકડા વેચાય છે. એકલા યુપીમાં જ તેનો 2000 કરોડ રૂપિયાનો વેપાર છે. હરિયાણા અને રાજસ્થાનમાં પણ વેપાર 500-500 કરોડ રૂપિયાથી વધુનો નીકળી જાય છે.

    વધુ વાંચો : Diwali 2020: આ વખતે દિવાળીમાં ઘરે જ બનાવો રસ ભરેલા રસગુલ્લા

    બીજી તરફ રાજસ્થાનમાં પણ પ્રદૂષણના કારણે અશોક ગહલોત સરકારે ફટાકડા ફોડવા અને વેચવા પર બેન લગાવ્યો છે. વળી વેચવા પર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ લગાવ્યો છે. વળી એક અરજી પણ સુનવણી કરતા એનજીટીએ કહ્યું કે 7 થી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવાના કારણે સ્વાસ્થયને થતા નુક્શાનને જોતા તેના પર બેન મૂકવો જોઇએ?

    આ સંબંધે એનજીટીએ મિનિસ્ટ્રી ઓફ એનવારમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાયમેન્ટ , દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, સમેત વિવિધ બોર્ડને નોટિસ જાહેર કરીને હજી સુધી આ મામલે 14 વધુ રાજ્યોને નોટિસ મોકલવામાં આવી છે.
    Published by:Chaitali Shukla
    First published: