Video : આ બાળકને ફૂટબોલ રમતો જોઇને તમે તે વાત ભૂલી જશો કે તે દિવ્યાંગ છે!

કૃણાલ શ્રેષ્ઠ

4 વર્ષના આ બાળકનું નામ કૃણાલ શ્રેષ્ઠ છે. તે નાનપણથી એક પગથી દિવ્યાંગ છે. પણ આ વાત તેણે કદી મન પર નથી લીધી. કુણાલની માનું કહેવું છે કે મારા પુત્રને જન્મથી એક જ પગ છે. પણ મેં તેને કદી તેને બીજા બાળકો કરતા અલગ નથી માન્યો.તેણે કદી પણ હિંમત નથી હારી.

  • Share this:
    કહેવાય છે કે મજબૂત મનોબળ હોય તો અશક્ય કંઇ પણ નથી. અને આવું જ કંઇક મણિપુરના ઇફાંલના આવેલા બાળકને સાબિત કરી બતાવ્યું છે. 4 વર્ષનો આ બાળક એક પગથી દિવ્યાંગ છે. તેનો એક પગ નથી. પણ તેણે આ વાત તેના મગજમાં ફિટ નથી થવા દીધી કે એક પગ ઓછો હોવાથી તે કોઇ પણ રીતે બીજા બાળકો કરતા અલગ છે. તે એક હાથમાં ઘોડી પકડીને એટલું મસ્ત ફૂટબોલ રમે છે કે આપણને પણ એક મિનિટ માટે ભૂલી જઇએ કે તેનો એક પગ નથી! એટલું જ નહીં આ બાળક એક પગે સાઇકલ પણ ચલાવે છે.

    અને પોતાની રીતે બધી જ વસ્તુઓ કરી લે છે. ત્યારે તેનો આ ફૂટબોલ રમતો વીડિયો હાલ વાયરલ થયો છે. અને લોકો આ બાળકની જિંદાદિલી અને મજબૂત મનોબળ તથા ઇચ્છાશક્તિને સલામ કરી રહ્યા છે.


    સમાચાર એજન્સી એએનઆઇ મુજબ 4 વર્ષના આ બાળકનું નામ કૃણાલ શ્રેષ્ઠ છે. તે નાનપણથી એક પગથી દિવ્યાંગ છે. પણ આ વાત તેણે કદી મન પર નથી લીધી. કુણાલની માનું કહેવું છે કે મારા પુત્રને જન્મથી એક જ પગ છે. પણ મેં તેને કદી તેને બીજા બાળકો કરતા અલગ નથી માન્યો.તેણે કદી પણ હિંમત નથી હારી. તેણે જાતે જ સાઇકલ ચલાવવાનું પણ શીખી લીધું છે"



    કૃણાલ શ્રેષ્ઠે કહ્યું કે મને ફૂટબોલ રમવું ગમે છે. શરૂઆતમાં મને સંતુલન બનાવવામાં મુશ્કેલી થતી હતી. હું ડરી જતો હતો પણ હવે મને આત્મવિશ્વાસ આવી ગયો છે. મારા બધા મિત્રો મને ખૂબ જ સપોર્ટ કરે છે. મને આશા છે કે જલ્દીજ કહું એક ગોલ કરીશ.

    સોશિયલ મીડિયા પર અનેક લોકો હાલ આ વીડિયોને શેર કરી રહ્યા છે. અને બાળકના મજબૂત મનોબળના વખાણ કરી રહ્યા છે. બીજી તરફ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે કે તેના મિત્રો પણ આ બાળકને ખૂબ જ સપોર્ટ કરે છે. અને ફૂટબોલ રમવામાં તેની મદદ કરે છે.

    આ વીડિયો જોઇને ખરેખરમાં લાગે છે કે જો સમાજનો આવી જ રીતે સપોર્ટ મળતો રહે તો કોઇ પણ દિવ્યાંગ બાળક માટે જીવન મુશ્કેલી ભરેલું સાબિત નહીં થાય.
    Published by:Chaitali Shukla
    First published: