નર્સનો આરોપ- અકરમ કુરૈશીએ અક્ષય બની કરી દોસ્તી, 7 મહિના સુધી કર્યું શારીરિક શોષણ

નર્સનો આરોપ- અકરમ કુરૈશીએ અક્ષય બની કરી દોસ્તી, 7 મહિના સુધી કર્યું શારીરિક શોષણ
પ્રતીકાત્મક તસવીર

જ્યારે નર્સ પ્રેગનન્ટ થઈ ગઈ તો ડૉક્ટરે તેની સામે ધર્મ પરિવર્તન કરવાની શરત સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો

 • Share this:
  શહજાદ રાવ, બાગપતઃ ઉત્તર પ્રદેશના બાગપતમાં એક ખાનગી હૉસ્પિટલમાં ડૉક્ટર (Doctor) પર નર્સે લવ જેહાદ (Love Jihad)નો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે મુસ્લિમ ડૉક્ટરે ઓળખ છુપાવીને હિન્દુ નર્સને પ્રેમજાળમાં ફસાવી અને 7 મહિના સુધી તેનું શારીરિક શોષણ કર્યું. જ્યારે નર્સ પ્રેગનન્ટ થઈ ગઈ તો ડૉક્ટરે તેની સામે ધર્મ પરિવર્તન કરવાની શરત મૂકીને લગ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પીડિતાએ તેનો ઇન્કાર કરી દીધો. હવે તેઓએ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. મામલામાં એએસપી (બાગપત) મનીષ મિશ્રાએ જણાવ્યું કે ડૉક્ટરની પહેલી પત્ની અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ડૉક્ટરની શોધખોળ ચાલુ છે.

  આરોપ છે કે, અહીં ખાનગી હૉસ્પિટલના એક મુસ્લિમ ડૉક્ટરે પહેલા ઓળખ છુપાવીને છૂટાછેડા લીધેલી નર્સને પ્રેમજાળમાં ફસાવી, પછી લગ્નનો વાયદો આપી સાત મહિના સુધી તેની સાથે દુષ્કર્મ કર્યું. બાદમાં ધર્મ પરિવર્તનની શરત મૂકીને લગ્ન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. નર્સ 6 મહિનાની ગર્ભવતી છે. બુધવારે તેણે પોલીસ અધીક્ષકને મળી ન્યાયની માંગ કરી છ. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.  આ પણ વાંચો, 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સાઇકલ પર આંટો મરાવવાના બહાને બહાર લઈ ગયો હતો યુવક

  પીડિતાનો આરોપ- બંધક બનાવીને યાતના આપી

  પીડિતાનો આરોપ છે કે ડૉક્ટરે તેને બંધક બનાવીને યાતના પણ આપી. આરોપી ડૉક્ટર પરિણીત છે અને તેના બે દીકરા પણ છે. પીડિતાનો આરોપ છે કે હૉસ્પિટલમાં કાર્યરત એક મુસ્લિમ ડૉક્ટર અકરમ કુરૈશીએ પોતાનું નામ અક્ષય જણાવીને તેની સાથે દોસ્તી કરી હતી. ડૉક્ટરને પોતાને છૂટાછેડા લીધેલા હોવાનું જણાવ્યું હતું અને નર્સ સાથે લગ્ન કરવાની વાત કહી. છેલ્લા 7 મહિનાથી તે તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આરોપીએ નર્સના અશ્લીલ વીડિયો પણ બનાવી દીધા હતા. જ્યારે પણ તે લગ્નની વાત કહેતી તો ડૉક્ટર અશ્લીલ વીડિયો બતાવીને તેનું મોં બંધ કરી દેતો હતો.

  આ પણ વાંચો, સ્મશાન ઘાટના ચોકીદારની ગળું કાપીને હત્યા, ખાટલા પર પડી હતી લાશ

  આરોપી ડૉક્ટરની પત્ની પર મારપીટનો આરોપ

  આ દરમિયાન, નર્સ ગર્ભવતી થઈ ગઈ તો ડૉક્ટરે એબોર્શન કરાવવા માટે દબાણ કર્યું. આરોપ છે કે ગર્ભપાત કરાવવાનો ઇન્કાર કરતાં તેની સાથે મારપીટ કરવામાં આવી. સાથોસાથ ધર્મ પરિવર્તનનું દબાણ પણ કરવામાં આવ્યું. પીડિતાએ આરોપી ડૉક્ટરની પહેલી પત્ની ઉપર પણ મારપીટનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે મંગળવારે જ્યારે નર્સ ડૉક્ટરના ઘરે પહોંચો તો તેની પત્ની અને ભાઈએ તેની સાથે મારપીટ કરી. તેના પેટ પર લાત મારી. જેના કારણે તેની તબિયત બગડી ગઈ. કોઈક રીતે આરોપીની પકડથી છટકીને તે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી. પીડિતાએ એસપી બાગપતને લેખિત ફરિયાદ આપતા કાર્યવાહી કરવાની અરજ કરી છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 19, 2020, 07:59 am