Home /News /national-international /

આખા દેશને રાહ ચીંધતો ગુજરાત નજીકનો આ કેન્દ્રશાસિત પ્રદેશ, પૂરી રીતે ચાલે છે સૌર ઉર્જાથી

આખા દેશને રાહ ચીંધતો ગુજરાત નજીકનો આ કેન્દ્રશાસિત પ્રદેશ, પૂરી રીતે ચાલે છે સૌર ઉર્જાથી

સૌર ઊર્જામાંથી ઉત્પાદન સ્થાનિક જરૂરિયાત કરતા વધી જાય તો ગુજરાતને વીજળી પણ આપી શકાય છે (તસવીર - Pixabay)

Climate Change- ભારત સરકાર (Government of India)વીજળી માટે વૈકલ્પિક સ્ત્રોતોને જરૂરી પ્રોત્સાહન પૂરૂ પાડી રહી છે. જેમાં સૌર ઊર્જા (Solar energy)પ્રથમ ક્રમે છે

વૈશ્વિક મહામારી કોરોનામાંથી માંડ-માંડ બહાર નીકળેલા વિશ્વના દેશો હવે નવી સમસ્યાના મુખમાં ધકેલાઇ ચૂક્યા છે. વિશ્વ ભરના દેશોમાં હાલ કોલસાની તંગી (Coal Crisis)ઉદ્દભવતા અનેક સમસ્યાઓ ઊભી થઇ રહી છે. ઘણા દેશોમાં વીજકાપના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. તેમાં ભારત પણ બાકાત નથી. ઊર્જા (Energy)ક્ષેત્ર ભારતમાં (india) મોટો પડકાર બનીને સામે આવી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ (Climate Change)થી બચવા માટે ભારત સહિત વિશ્વભરના દેશો પર અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ સમાપ્ત કરવા પર દબાણ વધી રહ્યું છે. પરંતુ આજે પણ ભારતની મોટાભાગની વીજળી થર્મલ પાવર સ્ટેશનમાં કોલસામાંથી જ ઉત્પન્ન થઇ રહી છે. આવી સ્થિતિમાં ભારત સરકાર (Government of India)વીજળી માટે વૈકલ્પિક સ્ત્રોતોને જરૂરી પ્રોત્સાહન પૂરૂ પાડી રહી છે. જેમાં સૌર ઊર્જા (Solar energy)પ્રથમ ક્રમે છે. આજે લોકો પણ સૌર ઊર્જા પ્રત્ય સભાન બન્યા છે. પરંતુ શું તમે જાણો છો ભારતમાં એક એવું શહેર છે, જે સંપૂર્ણપણે સૌર ઊર્જાથી જ સંચાલિત છે. તેનું નામ દીવ (Union Territory Diu) છે.

આ છે દેશનો પહેલો કેન્દ્રશાસિત પ્રદેશ

આ જીલ્લો દેશનો પહેલો એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં છેલ્લા પાંચ વર્ષથી દિવસની વીજળીની જરૂરિયાત સૌર ઊર્જા દ્વારા પૂરી થઇ રહી છે. આજે દેશમાં વીજ સંકટ વચ્ચે દીવ એક શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ઉપસી રહ્યું છે. દીવની વીજ જરૂરિયાતની પૂર્તિ બે સોલર પાર્ક અને 112 સરકારી ઇમારતો પર લગાવવામાં આવેલી રૂપટોપ પેનલમાંથી કરવામાં આવી રહી છે. જ્યાં ઉત્પન્ન થતી વીજળી સમગ્ર શહેરની ઊર્જાની જરૂરિયાતોને દિવસ માટે પૂરી કરવા માટે પૂરતી છે.

દીવ-દમણ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવે છે અને બંને ભૌગોલિક રૂપે અલગ અલગ જ છે, પરંતુ વહીવટી રીતે બંને એક જ વહીવટ હેઠળ આવે છે. દીવનો વહીવટ સીધો જ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. દીવ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સ્થિત છે.

આ પણ વાંચો - Coal Crisis: શું દેશભરમાં થઇ જશે વિજળી ગુલ? ઉર્જા સચિવે આપ્યો આવો જવાબ

દિવસ દરમિયાન માત્ર સોલર એનર્જીનો વપરાશ

આજે 42 વર્ગ કિલોમીટર વાળા આ શહેરમાં 7 મેગાવોટની આસપાસ માંગ છે. દીવમાં દિવસ ભર તમામ ઘર, એસીવાળા રિસોર્ટ, દીવની 60 બેડવાળી હોસ્પિટલ, એસીવાળી સરકારી અને પ્રાઇવેટ ઓફિસો, આઇસક્રિમની ફેક્ટરીઓ, માછલી ભંડારગૃહ વગેરે બધુ જ સૌર ઊર્જાથી ચાલે છે.

દીવમાં સ્થાપ્યા છે બે સૌરઊર્જા પ્લાન્ટ

દીવમાં ઊર્જા વિભાગે બે સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપ્યા છે. જેની ક્ષમતા 13 અને 10 મેગાવોટ છે, જ્યારે રૂફટોપ સિસ્ટમની ક્ષમતા 3 મેગાવોટ છે. આ પહેલા દીવ પોતાની ઊર્જા જરૂરિયાત માટે ગુજરાત પર નિર્ભર હતું. હવે આ પ્લાન્ટ દીવની માંગને પૂરી કરવામાં સક્ષમ છે.

એક અન્ય વ્યવસ્થા પણ

સૌર ઊર્જામાંથી ઉત્પાદન સ્થાનિક જરૂરિયાત કરતા વધી જાય તો ગુજરાતને વીજળી પણ આપી શકાય છે. જ્યારે રાત્રે અથવા વાદળછાયા વાતાવરણમાં ઊર્જા ઉત્પાદનમાં અભાવને કારણે અન્ય સ્ત્રોતોમાંથી પણ ઊર્જા પૂરી પાડી શકાય તેવી વ્યવસ્થા દીવના ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થા દેશના અન્ય વિસ્તારોમાં પણ છે, જ્યાં સૌર ઊર્જા ઉત્પન્ન કરીને સ્થાનિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.

ક્યારે શરૂ થયું હતું સોલર પાર્કનું કામ

દીવમાં સોલર એનર્જીના ઉપયોગ માટે પ્રયાસ વર્ષ 2013માં જ શરૂ થઇ ચૂક્યા હતા. દીવમાં ઘણો વિસ્તાર ઉજ્જડ અને ખડકાળ છે. આ વિસ્તાર સરકાર હસ્તક છે. તેનો ફાયદો ઉઠાવીને તે સમયે તેવી જમીન પસંદ કરવામાં આવી જે બિનઉપયોગી હોય, ત્યાં માનવીય વસાહત ન હોય અને સોલર ઊર્જા ઉત્પાદનમાં કોઇ પણ બાધાઓ ન આવે. આ સોલર પાર્ક ચાલુ કરવામાં આવ્યા પછી વર્ષ 2017માં વિભાગને જાણ થઇ કે તેઓ હવે દિવસની ઊર્જાની માંગને પહોંચી વળવા સક્ષમ બની ગયા છે.

આજે જ્યાં દેશ અને દુનિયા કોલસાની તંગીના કારણે વીજ સંકટ સામે ઝઝૂમી રહ્યા છે, ત્યાં દીવ આવનારા સમયમાં રોલમોડલ બની શકે છે. જોકે, અન્ય શહેરોમાં તેવી ભૌગોલિક સ્થિતિઓ નથી જે દીવ પાસે છે છે, પરંતુ યોગ્ય આયોજન અને સ્થાનિક સ્તરે સૌરઊર્જાનો ઉપયોગ દેશના વિજ સંકટને ઉકેલવામાં મહદ અંશે મદદરૂપ બની શકે છે.
First published:

Tags: Climate change, ભારત, સોલર ઉર્જા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन