પ્રેમમાં છેતરાયેલી યુવતીએ પ્રેમીનું નામ કર્યું જાહેર, 'Siddhi Hates Shiva'ના લગાવ્યા પોસ્ટર

પ્રેમમાં છેતરાયેલી યુવતીએ પ્રેમીનું નામ કર્યું જાહેર, 'Siddhi Hates Shiva'ના લગાવ્યા પોસ્ટર
શહેરના ચાર રસ્તાઓ પર યુવતીએ લગાવડાવ્યા અનેક પોસ્ટર, વેલેન્ટાઇન વીકમાં બન્યું ચર્ચાનું કેન્દ્ર

શહેરના ચાર રસ્તાઓ પર યુવતીએ લગાવડાવ્યા અનેક પોસ્ટર, વેલેન્ટાઇન વીકમાં બન્યું ચર્ચાનું કેન્દ્ર

 • Share this:
  લખનઉ. આમ તો ફેબ્રુઆરીનો બીજો સપ્તાહ પ્રેમમાં ડૂબેલા લોકો માટે ખૂબ જ ખાસ છે. કારણ છે સપ્તાહના તમામ સાત દિવસ (Valentine’s Week) પ્રેમી યુગલ પોતાનો પ્રેમનો એકરાર કરવા અલગ-અલગ રીતે કરે છે અને પછી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે (Valentine Day 2021)ની સાથે તેની સમાપ્તિ થાય છે. પરંતુ લખનઉ (Lucknow)ના ગોમતીનગરમાં ચાર રસ્તાઓ પર લાગેલા પોસ્ટર (Poster) બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે. મૂળે પ્રેમમાં છેતરાયેલી એક યુવતીએ પોતાના પ્રેમીને જાહેરમાં બદનામ કરવા માટે અનોખી રીત અપનાવી છે.

  ગોમતી નગરના પૉશ વિસ્તારમાં લાગેલા આ પોસ્ટરમાં લખ્યું છે, Siddhi Hates Shiva. વેલેન્ટાઇન વીક દરમિયાન શહેરમાં લાગેલા આ પોસ્ટર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. જોકે, એ જાણી નથી શકાયું કે આ પોસ્ટર કોણે અને કેમ લગાવ્યા છે. પરંતુ યુવકો અને યુવતીઓમાં ચર્ચા છે કે કદાચ કોઈને પ્રેમમાં દગો મળ્યો છે, ત્યારે આ પોસ્ટર લગાવ્યા છે. લગભગ પાંચથી છ સ્થળે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.  આ પણ વાંચો, Teddy Day 2021: કેમ ઉજવવામાં આવે છે ટેડી ડે, જાણો પાર્ટનરને કયું Teddy કરશો ગિફ્ટ  આ પણ વાંચો,
  ચાલતી બસમાં ડ્રાઇવરને આવ્યો હાર્ટ અટેક, મોત પહેલા 35 પેસેન્જરનો બચાવ્યો જીવ


  શું છે વેલેન્ટાઇન વીક?

  વેલેન્ટાઇન ડેના ઠીક પહેલાના સપ્તાહને વેલેન્ટાઇન વીકના રૂપમાં ઉજવવામાં આવે છે. જે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી ચાલુ હોય છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીએ રોઝ ડેની સાથે થાય છે. આ દિવસે પોતાના ક્રશને ગુલાબ આપીને પ્રેમને વ્યક્ત કરવાની શરૂઆત થાય છે. પછી 8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે, 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે, 10 ફેબ્રુઆરીએ ટેડી ડે, 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે, 12 ફેબ્રુઆરીએ હગ ડે, 13 ફેબ્રુઆરીએ કિસ ડે અને અંતે 14 ફેબ્રુઆરીએ રોમાન્સનું સપ્તાહ ખતમ થાય છે.
  Published by:Mrunal Bhojak
  First published:February 10, 2021, 12:33 pm

  ટૉપ ન્યૂઝ