Video: મોબાઇલમાં જોતાં જોતાં રેલવેના પાટા પર પડી મહિલા, તરત જ આવી ટ્રેન અને...

News18 Gujarati
Updated: November 2, 2019, 10:04 AM IST
Video: મોબાઇલમાં જોતાં જોતાં રેલવેના પાટા પર પડી મહિલા, તરત જ આવી ટ્રેન અને...
આ ઘટના ઉત્તર મેડ્રિડના એસ્ટ્રેચો સ્ટેશન પર બની છે.

સ્પેન (Spain) નાં મેડ્રિડ (Madrid)માં એવી ઘટના બની કે જેણે તમામને આશ્ચર્યમાં મુક્યા.

  • Share this:
એવું ઘણીવાર કહેવામાં આવે છે કે તમારે રસ્તા પર ચાલતી વખતે સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે રસ્તા પરની સહેજ બેદરકારી તમારા જીવનનો દુશ્મન બની શકે છે. આવા જ એક કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા પોતાનો ફોનમાં જોતાં જોતાં ચાલતી હતી કે તે જ સમયે તે રેલવે ટ્રેક પર પડે છે અને ટ્રેન ત્યાં આવી પહોંચે છે, આ વીડિયો જોયા પછી લોકો મહિલાઓની ટીક કરી રહ્યા છે.

સ્પેન (Spain) નાં મેડ્રિડ (Madrid)માં આવો અકસ્માત થયો, જેણે તમામને આશ્ચર્યમાં મુક્યા છે. રેલવે સ્ટેશન પર મોબાઈલ ફોન જોતાં એક મહિલા ટ્રેક પર પડી અને આગળથી ટ્રેન આવી ગઈ. આ વીડિયો મેટ્રો ડી મેડ્રિડે 24 ઑક્ટોબરના રોજ શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા મોબાઈલમાં વ્યસ્ત છે અને ચાલતી વખતે તે પાટા પર પડી. તે જ સમયે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઇ.

આ ઘટના ઉત્તર મેડ્રિડના એસ્ટ્રેચો સ્ટેશન પર બની છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નજીકમાં હાજર લોકો મહિલા પાસે પહોંચ્યા અને ટ્રેન ત્યા જ આવી. વીડિયો ત્યા જ પૂર્ણ થઇ ગયો, તેથી તે મહિલાને શું થયું તે સ્પષ્ટ થઈ શક્યું નહીં. સીબીએસ ન્યૂઝ અનુસાર મેટ્રો ડી મેડ્રિડે કહ્યું કે આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ નથી.


વીડિયોને ટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, આ કિસ્સામાં કંઇ બન્યું નથી. મુસાફર બરાબર છે. ''

આ વીડિયો પર અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વખત જોવાઈ ચુક્યો છે. લોકો સ્ત્રીની ખૂબ ટીકા કરી રહ્યા છે. એક મુસાફરે લખ્યું, "તમારી સલામતી માટે, પ્લેટફોર્મ પર ચાલતી વખતે તમારા મોબાઇલ તરફ ન જુઓ."
Published by: Bhoomi Koyani
First published: November 2, 2019, 9:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading