નવી દિલ્હી : કોરોનાની ત્રીજી લહેરની (corona third wave)આશંકાઓ વચ્ચે કોવિશીલ્ડ વેક્સીનના (Covishield vaccine) બે ડોઝ વચ્ચેનું અંતર ઓછું કરવામાં આવી શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે કોવિશીલ્ડના (Covishield)બે ડોઝ વચ્ચેના ગાળાને ઓછો કરવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વિશે હજુ નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશન ઇન ઇન્ડિયા (NTAGI)માં પણ ચર્ચા થવાની છે. વર્તમાન સમયમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ત્રણ મહિનાનું છે, હવે ચર્ચા છે કે તેને ઘટાડવામાં આવી શકે છે. સૂત્રોના મતે આ વિશે અંતિમ નિર્ણય લેતા પહેલા NTAGIમાં આ વિશે ચર્ચા થશે.
આ મહિનાની શરૂઆતમાં કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડૉ. એન.કે અરોડાએ કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેના ગેપને ઓછો કરી શકાય છે. તેમણે કહ્યું કે આ અંતર 45 વર્ષ કે પછી તેનાથી મોટી ઉંમરના લોકો માટે ઓછો કરવામાં આવી શકે છે. આ નિર્ણય વૈજ્ઞાનિક સાબિતીના આધારે કરવામાં આવશે. હાલ બધા વયસ્કોને કોવિશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા પછી બીજો ડોઝ 12થી 16 સપ્તાહના ગેપ પર લાગી રહ્યો છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે પ્રથમ ડોઝથી એન્ટીબોડી વધારે જનરેટ થાય છે. આવામાં બીજા ડોઝમાં વધારે ગેપ રહેવો જોઈએ જેથી પ્રથમ ડોઝ પોતાનું કામ કરી શકે. જોકે કેન્દ્ર સરકાર તરફથી ગેપ વધારવાના કેટલાક દિવસો પછી એક નવી સ્ટડી આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોવિશીલ્ડના પ્રથમ ડોઝથી વધારે એન્ટીબોડી બનવાનો અંદાજ પૂરી રીતે સાચો ન હતો.
જાણકારી માટે બતાવી દઈએ કે વર્તમાનમાં કોવિશીલ્ડ વેક્સીનના બંને ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનો ગેપ રાખવામાં આવે છે. વેક્સીનેશનની શરૂઆતમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 4 થી 6 સપ્તાહનો ગેપ રાખવામાં આવ્યો હતો. આ પછી 4 થી 8 સપ્તાહનો કરવામાં આવ્યો હતો. પછી 12 થી 16 સપ્તાહનો કરવામાં આવ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર