ટીવી ડિબેટમાં રિટાયર્ડ મેજર જનરલ બોલ્યા - 'મોતને બદલે મોત, બળાત્કારને બદલે બળાત્કાર'

News18 Gujarati
Updated: November 18, 2019, 8:54 AM IST
ટીવી ડિબેટમાં રિટાયર્ડ મેજર જનરલ બોલ્યા - 'મોતને બદલે મોત, બળાત્કારને બદલે બળાત્કાર'
એસ.પી. સિંહાની કોમેન્ટ પર તમામ ભડક્યાં.

રિટાયર્ડ મેજર જનરલ એસ.પી.સિન્હાએ એક ન્યૂઝ ચેનલ પર ડિબેટ દરમિયાન 'મોતના બદલે મોત અને બળાત્કારના બદલે બળાત્કાર' જેવા શબ્દો ઉચ્ચાર્યાં હતાં.

  • Share this:
નવી દિલ્હી : કાશ્મીરી પંડિતો પર ખીણમાં થયેલા અત્યાચારો પર ટીવી ડિબેટ (TV Debate)દરમિયાન ભારતીય સેનાના રિટાયર્ડ મેજર જનરલની એક ટિપ્પણીથી વિવાદ શરૂ થઈ ગયો છે. તેમની આ ટિપ્પણીને પૂર્વ સેના અધિકારીઓએ પણ વખોડી કાઢી હતી.

હકીકતમાં રિટાયર્ડ મેજર જનરલ એસ.પી.સિન્હા (Retired Major General SP Sinha)એ એક ન્યૂઝ ચેનલ પર ડિબેટ દરમિયાન 'મોતને બદલે મોત અને બળાત્કારને બદલે બળાત્કાર' જેવા શબ્દો ઉચ્ચાર્યાં હતાં. આ ટિપ્પણી બાદ સાથી પેનલિસ્ટ સહિત મહિલા એન્કર પણ તેમના પર ભડકી હતી. તમામ લોકોએ સિંહાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયા (Social Media)માં આ ટીવી ડિબેટ વાયરલ થયા બાદ કુમાર વિશ્વાસે પણ ટ્વિટ કર્યું હતું. કુમાર વિશ્વાસે લખ્યું કે, "અજ્ઞાનતા ચરમ પર છે. તમામને મસીહા બનવાની એટલી ઉતાવળ છે કે કાયદો, બંધારણ, ભારતીયતા તમામને કચડી નાખવા માટે તત્પર છે."

સિંહાની આવી કોમેન્ટને કારણે સેનાના પૂર્વ અધિકારીઓ પણ નારાજ છે. શ્રીનગર સ્થિત 12 કોરના પૂર્વ પ્રમુખ લેફ્ટિન્ટ જનર સૈયદ અતા હસનેને (રિટાયર્ડ) ટ્વિટ કર્યું કે, આતંકવાદ વિરોધી અભિયાનમાં સામેલ લોકો જાણે છે કે આ બધુ શું છું. ક્યારેક એવું લાગે છે કે જાહેર મંચ પર ન બોલાવાની પાકિસ્તાન સેનાની પ્રણાલી યોગ્ય જ છે. તેમણે કહ્યુ કે આવા લોકોથી બચવું જોઈએ.

જ્યારે સૈન્ય અભિયાનના પૂર્વ વડા લેફ્ટિનન્ટ જનરલ વિનોદ ભાટિયાએ સિંહાને આડેહાથે લેતા ટ્વિટ કર્યું કે, "આ અસંવેદનશીલ અને દૂર્ભાગ્યપૂર્ણ છે." તેમણે કહ્યુ કે તેઓ એ વાતને લઈને આશ્વસ્ત છે કે તેઓ (સિંહા) ક્યારેય આતંકવાદ વિરોધી અભિયાનમાં સામેલ નહીં રહ્યા હોય.

જ્યારે રિટાયર્ડ લેફ્ટિનન્ટ કર્નલ સંદીપ પરીઝાએ કહ્યુ કે, સિંહાએ સેનાની છબિ ખરાબ કરી છે. તેમણે માંગ કરી છે કે સિંહાનું મેજર જનરલનો રેન્ડ પરત લેવામાં આવે.
First published: November 18, 2019, 8:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading