આતંકવાદીઓને આશ્રય આપવા DSP દવિન્દર સિંહે બનાવ્યો હતો ખાસ અડ્ડો, વિદેશી એજન્સીઓ સાથે હતું કનેક્શન

ડીએસપી દવિન્દર સિંહે હિજબુલ મુજાહિદીનના જિલ્લા કમાન્ડર નવીદને બે મહિના સુધી પોતાના અડ્ડા પર રાખ્યો હતો

ડીએસપી દવિન્દર સિંહે હિજબુલ મુજાહિદીનના જિલ્લા કમાન્ડર નવીદને બે મહિના સુધી પોતાના અડ્ડા પર રાખ્યો હતો

 • Share this:
  નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu and Kashmir)માં ડીએસપી રહેલા દવિન્દર સિંહ (Davinder Singh)એ દાવો કર્યો છે કે તેણે આતંકવાદી નવીદ બાબૂની ગયા વર્ષે પણ મદદ કરી હતી. સૂત્રો મુજબ તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે બરતરફ ડીએસપી દવિન્દર સિંહે આતંકવાદીઓને આશ્રય આપવા માટે ખાસ અડ્ડો પણ બનાવી રાખ્યો હતો. નવીદ બાબૂની મદદ માટે ડીએસપીને 8 લાખ રૂપિયા પણ મળ્યા હતા. વર્ષ 2017માં તેનું કનેક્શન એક વિદેશી એજન્સી સાથે પણ જોડાયેલું હતું.

  સૂત્રો મુજબ, ડીએસપી દવિન્દર સિંહે બે મહિના સુધી નવીદને પોતાના અડ્ડા પર રાખ્યો હતો. દવિન્દર સિંહે સુરક્ષા એજન્સીઓની સમક્ષ દાવો કર્યો કે તેની સાથે વધુ એક અધિકારી સામેલ હતા. જોકે, સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે દવિન્દર સિંહ તેમને ગેરમાર્ગે દોરી રહ્યો છે. મળતી જાણકારી મુજબ, તેના એકાઉન્ટથી અંતિમ ટ્રાન્જેક્શન 30 ડૉલર એટલે કે 2,123.44 રૂપિયાનું હતું. તપાસ એજન્સીઓ આ આશયની તપાસ કરી રહી છે કે દવિન્દરે બીજા કેટલા આતંકવાદીઓને પોતાના અડ્ડા પર આશ્રય આપ્યો હતો.

  તમામ રેકોર્ડ એનઆઈએને સોંપવામાં આવશે

  બીજી તરફ, અધિકારીઓએ જાણકારી આપી કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરના બરતરફ ડીએસપી દવિન્દર સિંહનો મામલો પોતાના હાથમાં લેશે. સિંહને ગત સપ્તાહે દક્ષિણ કાશ્મીરમાં બે આતંકવાદીઓ અને તેના સહયોગી સાથે પકડવામાં આવ્યો હતો. આતંકવાદીઓની ઓળખ પ્રતિબંધિત હિજબુલ મુજાહિદીનના જિલ્લા કમાન્ડર નવીદ બાબૂ, તેના સહયોગી અલ્તાફ અહમદ અને વકીલ ઇરફાન અહમદ મીર તરીકે થઈ હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે ઈરફાન જ નવીદ અને અલ્તાફને ડીએસપીના ઘરે લઈને ગયો હતો.

  અધિકારીઓએ જમ્મુમાં કહ્યું કે, તપાસ એજન્સી દ્વારા મામલો નોંધ્યા બાદ તમામ રેકોર્ડ એનઆઈએને સોંપી દેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, માનવામાં આવે છે કે દવિન્દર સિંહે બંને આતંકવાદીઓને ચંદીગઢ લઈ જવા અને થોડા મહિના સુધી રહેવાની વ્યવસ્થા માટે 12 લાખ રૂપિયા લીધા હતા.

  આ પણ વાંચો, આર્મી બૅઝ પાસે આલીશાન ઘર બનાવી રહ્યો હતો આતંકવાદીઓ સાથે પકડાયેલો DSP દવિન્દર સિંહ
  Published by:Mrunal Bhojak
  First published: