Home /News /national-international /Ola Electric, GT Force અને EVeiumના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પર મળી રહ્યું છે 15 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

Ola Electric, GT Force અને EVeiumના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પર મળી રહ્યું છે 15 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

Ola ઈલેક્ટ્રીક ઓક્ટોબરમાં તેના બંને ઈલેક્ટ્રિક સ્કૂટર Ola S1 Pro પર રૂ. 10,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. (Pic:OLA)

Ola ઈલેક્ટ્રીક ઓક્ટોબરમાં તેના બંને ઈલેક્ટ્રિક સ્કૂટર Ola S1 Pro પર રૂ. 10,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. Ola S1 Pro પર ડિસ્કાઉન્ટ ઓફર ઉપરાંત કંપની એવા ગ્રાહકો માટે આકર્ષક ફાઇનાન્સ પ્લાન પણ ઓફર કરી રહી છે જેઓ તેને કેશ પેમેન્ટ મોડમાં ખરીદી શકતા નથી.

વધુ જુઓ ...
    દેશમાં ચાલી રહેલી તહેવારોની સિઝનમાં ઓટો સેક્ટરમાં ઓટો ઉત્પાદકોએ તેમના વાહનોના વેચાણને વધારવા માટે આકર્ષક ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફરો આપવાનું શરૂ કર્યું છે, જેમાં કાર અને ટુ વ્હીલર ઉત્પાદકો બાદ હવે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદકોએ પણ ડિસ્કાઉન્ટ ઓફર જારી કરી છે.

    તહેવારોની સિઝનમાં ઈલેક્ટ્રિક સ્કૂટર પર Ola ઈલેક્ટ્રિકથી લઈને EVeium અને GT Force સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તો આવો જાણીએ કઈ કંપની કયા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

    EVeium ઈલેક્ટ્રિક દિવાળી ડિસ્કાઉન્ટ :

    EVeium Smart Mobility આ તહેવારની સિઝનમાં તેના ત્રણ પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પર રૂ. 15,400 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. પ્રથમ ડિસ્કાઉન્ટ Cosmo EV પર છે, જેની ખરીદી પર રૂ. 15,000ના ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યારબાદ કોમેટ EV પર 15,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્રીજા EV સ્કૂટર- Jar EV પર 15,400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા જારી કરાયેલ ડિસ્કાઉન્ટ ઓફર 31 ઓક્ટોબર, 2022 સુધી જ માન્ય છે.

    આ પણ વાંચો: બે ભાઈઓએ પોતાના નાના ભાઈની ગર્ભવતી પત્ની અને સાળીની હત્યા કરી નાંખી

    Cosmo EVની કિંમત રૂ. 1.39 લાખથી શરૂ થાય છે. કોમેટ EVની કિંમત રૂ. 1.69 લાખ અને Jar EVની કિંમત રૂ. 2.07 લાખથી શરૂ થાય છે. (અહીં દર્શાવેલ તમામ કિંમતો એક્સ-શોરૂમ, દિલ્હીની છે).

    ઓલા ઇલેક્ટ્રિક દિવાળી ડિસ્કાઉન્ટ

    Ola ઈલેક્ટ્રીક ઓક્ટોબરમાં તેના બંને ઈલેક્ટ્રિક સ્કૂટર Ola S1 Pro પર રૂ. 10,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. Ola S1 Pro પર ડિસ્કાઉન્ટ ઓફર ઉપરાંત કંપની એવા ગ્રાહકો માટે આકર્ષક ફાઇનાન્સ પ્લાન પણ ઓફર કરી રહી છે જેઓ તેને કેશ પેમેન્ટ મોડમાં ખરીદી શકતા નથી.

    આ પણ વાંચો: વિદેશમાં શિક્ષણમાં ખર્ચનું ભારણ મહામુશ્કેલી, 83 ટકા છાત્રોએ કબૂલ્યું

    Ola S1 Proની શરૂઆતની કિંમત 1,39,999 રૂપિયા છે, જે સબસિડી મળ્યા બાદ 99,999 રૂપિયા થઈ જાય છે. (આ કિંમતો એક્સ-શોરૂમ, દિલ્હી છે).

    GT ફોર્સ દિવાળી ડિસ્કાઉન્ટ

    GT Force આ તહેવારોની સિઝનમાં તેના બે ઇલેક્ટ્રિક સ્કૂટર પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તેમાં GT પ્રાઇમ પ્લસ અને GT ફ્લાઇંગ ઇલેક્ટ્રિક સ્કૂટરનો સમાવેશ થાય છે. કંપની જીટી પ્રાઇમ પ્લસ અને જીટી ફ્લાઇંગ ઇલેક્ટ્રિક સ્કૂટર પર રૂ. 5000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીની આ ડિસ્કાઉન્ટ ઓફર માત્ર 31 ઓક્ટોબર, 2022 સુધી જ માન્ય છે.

    જીટી ફોર્સ જીટી પ્રાઇમ પ્લસની કિંમત રૂ. 56,692 અને જીટી ફ્લાઇંગ રૂ. 52,500 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. 5 હજારનું ડિસ્કાઉન્ટ મળ્યા બાદ આ તમામ ભાવ નીચે આવશે.
    First published:

    Tags: Electric bike, Electric vehicle, Electric ઇલેક્ટ્રિક

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन