મેઘાલય: શપથ પહેલાં જ બળવો, BJPને સરકારમાંથી બહાર રાખવા માંગ

News18 Gujarati
Updated: March 6, 2018, 11:00 AM IST
મેઘાલય: શપથ પહેલાં જ બળવો, BJPને સરકારમાંથી બહાર રાખવા માંગ
પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તેનાં બે ધારાસભ્યો, મુખ્યમંત્રીનાં રૂપમાં શપથ ગ્રહણ કરનારા કોનરાડ સંગમાનાં શપથગ્રહણ સમારંભનો ભાગ નહીં બને

પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તેનાં બે ધારાસભ્યો, મુખ્યમંત્રીનાં રૂપમાં શપથ ગ્રહણ કરનારા કોનરાડ સંગમાનાં શપથગ્રહણ સમારંભનો ભાગ નહીં બને

  • Share this:
ચેરાપુંજી: મેઘાલયમાં નવી સરકારનાં શપથગ્રહણ પહેલાં જ બગાવતનાં સુર છેડાઇ રહ્યાં છે. નેશનલ પીપલ્સ પાર્ટીનાં નેતૃત્વવાળી ગઠબંધનનાં મુખ્ય પાર્ટી હિલ્સ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP)નું કહેવું છે.  સ્થાનિક પાર્ટીઓ પાસે સરકાર બનાવવા માટે પુરતી માત્રામાં સિટ છે તેથી ભાજપનેગઠબંધનમાંથી બાહર રાખવામાં આવું જોઇએ.

HSPDPનાં અધ્યક્ષ આદ્વેત બસાઇવમોઇતે સંવાદદાતાને કહ્યું કે, પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તેનાં બે ધારાસભ્યો, મુખ્યમંત્રીનાં રૂપમાં શપથ ગ્રહણ કરનારા કોનરાડ સંગમાનાં શપથગ્રહણ સમારંભનો ભાગ નહીં બને. HSPDPએ ચૂંટણીમાં બે સીટ પર જીત મેળવી છે જ્યારે તેનાં અધ્યક્ષ નિર્દળીય ઉમેદવારને ફક્ત 76 વોટથી હરાવવામાં આવ્યા હતાં.

બસાઇવમોઇતે કહ્યું કે, ચૂંટણી પહેલાં જ અમારું વલણ રહ્યું છે અમે ભાજપ અને કોંગ્રેસ વગરની સરકાર બનાવીશું. અમને સંભાવના દેખાઇ રહી છે કે NPP નેતૃત્વવાળા ગઠબંધન સહેલાઇથી 32 ધારાસભ્ય સાથે સરકાર બનાવી શકે છે એવામાં ભાજપને આ ગઠબંધનમાં શામેલ કરવાની કોઇ જરૂર નથી.

જોડ-તોડની સરકાર
આપને જણાવી દઇએ કે મેઘાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)નાં અધ્યક્ષ કોનરાડ સંગમા આજે મુખઅયમંત્રી પદનાં શપથ લેશે. સંગમાએ 60 સભ્યની વિધાનસભામાં 34 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. જેથી તે રાજ્યપાલ ગંગા પ્રસાદની સામે સરકાર બનાવવાની રજૂઆત કરશે. આ ગઠબંધનમાં NPPનાં 19, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)નાં 6, પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નાં 4 અને હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP) અને ભાજપનાં બે -બે ધારાસભ્ય અને એક નિર્દળીય ધારાસભ્ય શામેલ છે.
First published: March 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...