Home /News /national-international /

Builder murder case: બિલ્ડર હત્યા કેસમાં ખુલાસો, લક્ઝરી લાઈફ માટે નોકરોએ કરી હત્યા, આરોપીએ આપી આવી કબૂલાત

Builder murder case: બિલ્ડર હત્યા કેસમાં ખુલાસો, લક્ઝરી લાઈફ માટે નોકરોએ કરી હત્યા, આરોપીએ આપી આવી કબૂલાત

ઘટના સ્થળની તસવીર

દિલ્હી પોલીસે (Delhi Police) જણાવ્યું કે, ઘરની અંદર કામ કરતા સગીર નોકરે વૈભવી જીવનશૈલી, શ્રીમંતોનું જીવન જીવવા માટે ફૂલપ્રૂફ પ્લાનિંગ હેઠળ તેના જૂના બોસની હત્યા કરી હતી.

  નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની (delhi) સિવિલ લાઈન્સ પોશ કોલોનીમાં બિલ્ડરની (Builder) હત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસે (Delhi Police) જણાવ્યું કે, ઘરની અંદર કામ કરતા સગીર નોકરે વૈભવી જીવનશૈલી, શ્રીમંતોનું જીવન જીવવા માટે ફૂલપ્રૂફ પ્લાનિંગ હેઠળ તેના જૂના બોસની હત્યા કરી હતી. ઘટના બાદ નાસી છૂટવા માટે ત્યાંથી તેણે બાઇક પણ ચોરી હતી. આરોપીઓએ ગુગલ અને યુટ્યુબ પરથી હત્યાનો પ્લાન શીખ્યો હતો.

  સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, 1 મેના રોજ દિલ્હી ઉત્તર જિલ્લામાં 76 વર્ષીય રામ કિશોર અગ્રવાલ (બિલ્ડર) ની હત્યા કરવામાં આવી હતી, ક્રાઈમ બ્રાન્ચ સહિત ઘણી ટીમોએ સંયુક્ત રીતે આ કેસની તપાસ કરી હતી. સર્વેલન્સ, સેંકડો સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. આ ટીમોના સંયુક્ત પ્રયાસને કારણે 2 કિશોરો (સગીરો) પકડાયા હતા. બંનેને મૃતકના ઘરની તમામ માહિતી હતી. મૃતકના ઘરે એક સગીર કામ કરતો હતો. તેના પિતા પણ ઘણા વર્ષો સુધી બિલ્ડરના ઘરે કામ કરતા હતા.

  બિલ્ડરમા ઘર સુધી પહોંચવા કર્યો હતો મેટ્રોનો ઉપયોગ
  પોલીસના જણાવ્યા અનુસાર બંને સગીરોએ બિલ્ડરના ઘરે પહોંચવા માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બંને પાસેથી 10 લાખ 37 હજાર રૂપિયા રિકવર કર્યા છે. બંને આરોપીઓએ જણાવ્યું કે, તેઓ ગેટ કૂદીને બિલ્ડરના ઘરમાં પ્રવેશ્યા હતા. સંપૂર્ણ માહિતીના કારણે લૂંટને અંજામ આપવા માટે સવારનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા.

  તે સમયે બંને છોકરાઓ રામકિશોર અગ્રવાલના રૂમમાં પહોંચ્યા હતા અને પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ વળતો જવાબ આપ્યો હતો, આ દરમિયાન બંને સગીરોએ છરી કાઢીને રામકિશોર પર હુમલો કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ઘરમાં રાખેલી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

  બંને એક જ ગામના રહેવાસી છે અને તેઓ વૈભવી જીવન જીવવા માંગતા હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેમને જાણ હતી કે બિલ્ડરના ઘરનો દરવાજો 5 વાગ્યે ખૂલતો હતો, જ્યારે ગાર્ડ પણ ઊંઘી રહ્યા હતા. તેમને ખબર હતી કે, પૈસા ક્યાં રાખવામાં આવ્યા છે. અગાઉ પણ એક સગીર દક્ષિણ દિલ્હીમાં કામ કરી ચૂક્યો છે.

  તે પણ એ જ ગામનો હતો. વૃદ્ધ બિલ્ડરે તેને ઓળખી લીધો અને વિરોધ કર્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાઇક કેવી રીતે ચોરાય છે, તેના વાયર કેવી રીતે તૂટે છે તે જાણવા માટે ગૂગલ અને યુટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે ટેટૂ પણ કરાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ,' પતિએ પત્નીના લાખ્ખો રૂપિયા ઉડાવ્યા

  કેસ ઉકેલવામાં સીસીટીવી કેમેરા થયા મદદરૂપ
  સ્પેશિયલ સીપી ક્રાઈમ રવિન્દ્ર યાદવે જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શાનદાર કામ કર્યું છે. આ કેસ ઉકેલવામાં સીસીટીવીએ ઘણી મદદ કરી. આ આરોપીઓ એક દિવસ અગાઉ પણ આવ્યા હતા, તેઓ બાઇક પરથી આવ્યા હતા. જો કે, ઘટનાના દિવસે તે બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ફોન પણ બીજો વાપરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનુ પ્લાનિંગ કરતી વખતે ભાગી જવા માટે 2 દિવસ પહેલા બાઇકની ચોરી કરી તેને કોલોનીની અંદર મૂકી દીધી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું નોકરી કરે છે તો સમાજવાળા ખરાબ વાતો કરે છે,' પરિણીતા પર સાસરિયાઓનો અસહ્ય ત્રાસ

  બીજે દિવસે તે ઈ-રિક્ષામાં આવ્યો હતો. ત્યા કામ કરતો સગીર તમામ વાતોથી વાકેફ હતો. કોણ કેટલા વાગે ઉઠે છે? તેમની દિનચર્યા શું છે? વગેરે તમામ બાબતથી તે માહિતગાર હતો. તેઓ મર્ડરને અંજામ આપ્યા બાદ બિહાર ભાગી જવાની ફિરાકમાં હતા. જો કે પોલિસે તેમની મૂવમેન્ટને ટ્રેક કરી લીધી હતી.

  તમામ સ્ટેશનો પર ટીમ એલર્ટ હતી, બીજા દિવસે મેટ્રોનો ઉપયોગ ન કર્યો પરંતુ 3જી તારીખ મેટ્રો પકડી હતી. ત્યારપછી પોલીસ ટીમ સતર્ક થઈ હતી અને રાજીવ ચોકમાં જતાં જ તેને પકડી લીધો હતો. તેણે મુકુંદપુરમાં 1700 રૂપિયામાં એક રૂમ ભાડે રાખ્યો હતો, જેમાં 11 લાખ રૂપિયા રોકડા અને કિંમતી ઘડિયાળો રાખવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Delhi News, Murder case

  આગામી સમાચાર