શું પોતાની મંગેતરને અશ્લીલ મેસેજ મોકલવો ગુનો છે? જાણો કોર્ટે શું કહ્યું?

પ્રતિકાત્મક

mumbai court news: કોર્ટે (court) આ મામલે 36 વર્ષના એક વ્યક્તિને દગો આપવા અને મહિલા સાથે દુષ્કર્મ (fraud and rape accused) કરવાના આરોપમાં મૂક્ત કર્યો હતો. આ કેસ કોર્ટમાં 11 વર્ષથી ચાલી રહ્યો હતો.

 • Share this:
  મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈની (mumbai) એક કોર્ટમાં લગ્ન પહેલા મંગેતરને અશ્લીલ મેસેજ (Dirty Message) મોકલવા અંગે મહત્વનો ચુકાદો (court Important judgment) સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું છે કે મહિલાને લગ્ન (Marriage) પહેલા અશ્લીલ મેસેજ મોકલવો એ કોઈની ગરિમાનું અપમાન ન હોઈ શકે. કોર્ટે આ મામલે 36 વર્ષના એક વ્યક્તિને દગો આપવા અને મહિલા સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં મૂક્ત કર્યો હતો. આ કેસ કોર્ટમાં 11 વર્ષથી ચાલી રહ્યો હતો.

  અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, કોર્ટે કહ્યું કે લગ્ન પહેલા આવા મેસેજ મોકલવાથી ખુશી મળે છે અને એવું લાગે છે કે વ્યક્તિ કોઈની લાગણીઓને સમજવા માટે એટલી નજીક છે. "જો બીજા પક્ષને આ બધું ન ગમતું હોય, તો તેની નારાજગી વ્યક્ત કરવાની વિવેકબુદ્ધિ છે.

  અન્ય પક્ષ સામાન્ય રીતે આવી ભૂલનું પુનરાવર્તન ટાળે છે," કોર્ટે કહ્યું. પરંતુ કોઈ પણ રીતે તે સંદેશાઓ વિશે એવું કહી શકાય નહીં કે આવા સંદેશાઓ તેણીની ગરિમાનું અપમાન કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૃદ્ધને સજાતીય સંબંધોનો શોખ ભારે પડ્યો, હત્યાનો આરોપીએ પોલીસને જણાવ્યો આખો સીલસીલો

  શું છે સમગ્ર મામલો?
  તમને જણાવી દઈએ કે વર્ષ 2010માં મહિલાએ એક પુરુષ વિરુદ્ધ FIR નોંધાવી હતી. બંનેની મુલાકાત વર્ષ 2007માં મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા થઈ હતી. યુવકની માતા આ લગ્નની વિરુદ્ધ હતી.

  આ પણ વાંચોઃ- અમદાવાદ: રત્નાકર બેંકના 2 લાંચિયા અધિકારી cbiની ઝપેટમાં આવ્યા, મૂલ્યાંકન પ્રમાણપત્ર માટે માંગ્યા હતા એક કરોડ રૂપિયા

  આ પછી વર્ષ 2010માં યુવકે યુવતી સાથેના તમામ સંબંધોનો અંત લાવી દીધો હતો. આરોપીને નિર્દોષ જાહેર કરતી વખતે કોર્ટે કહ્યું કે લગ્નનું વચન આપીને છોડી દેવાને છેતરપિંડી કે બળાત્કાર ન કહી શકાય.

  આ પણ વાંચોઃ-પાવાગઢ શક્તિપીઠમાં એક કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન, 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ

  સંદેશ મોકલવાનો હેતુ
  કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બંને લગ્ન માટે આર્ય સમાજ હોલમાં પણ ગયા હતા. પરંતુ લગ્ન બાદ રહેવાના મુદ્દે ઝઘડો થયો હતો અને અંતે છોકરાએ માતાની વાત માનીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

  કોર્ટે કહ્યું કે આ મામલો લગ્નના ખોટા વચનનો નથી. કોર્ટે કહ્યું કે લગ્ન પહેલા મંગેતરને અશ્લીલ મેસેજ મોકલવા એ બંને વચ્ચે પોતાની ઈચ્છા વ્યક્ત કરવા સમાન હોઈ શકે છે.
  Published by:ankit patel
  First published: