'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મના ડિરેક્ટર ઉપર ભારત અને બ્રિટનમાં કરચોરીના ગુના નોંધાયેલા છે ?

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર તેમની ઉપર ભારતમાં જ નહિ બ્રિટનમાં પણ આ આરોપ લાગ્યા છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર તેમની ઉપર ભારતમાં જ નહિ બ્રિટનમાં પણ આ આરોપ લાગ્યા છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કાર્યકાલ ઉપર કેન્દ્રિત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના ડિરેક્ટર વિજય રત્નાકર ગુટે ઉપર કરચોરીના આક્ષેપો છે. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર તેમની ઉપર ભારતમાં જ નહિ બ્રિટનમાં પણ આ આરોપ લાગ્યા છે. તેમની વિરુદ્ધ દાખલ થયેલા કોર્ટ કિસ્સાઓ મારફત આ જાણકારી ધ્યાને આવી છે

  આ અખબારના અહેવાલ અનુસાર વિજય રત્નાકર ગુટે વીઆરજી ડિજિટલ કોપોરેશન નામે કંપની ચલાવે છે, જેણે 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મ બનાવી છે. ગુટે આ ફિલ્મના ડિરેક્ટર પણ છે. જો આ અહેવાલોને સાચા માનીયે તો તેની રૂ.34 કરોડની જીએસટીની છેતરપિંડી મામલામાં ગતવર્ષે જ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જુલાઈ, 2017થી નકલી બિલ્સ દ્વારા છેતરપિંડી આચરતા હતા. આ મામલે તેમની પૂછપરછ માટે રિમાન્ડ લેવા જીએસટીની ગુપ્ત એજન્સી દ્વારા અદાલતમાં એક અરજી પણ કરવામાં આવી હતી

  આ અરજીમાં ડીજી, જીએસટીઆઈએ ગુટે વિરુદ્ધ બ્રિટનમાં પણ કરચોરી મામલે છેતરપિંડી કરી હોવાની જાણકારી આપવામાં આવી છે. જેમાં દર્શાવાયું છે કે, તેણે બ્રિટનમાં તેની ફિલ્મોને કરરાહત મળે તે માટે ઘરેલુ ફર્મ સાથે મળીને 'બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ' (બીએફઆઈ) સાથે છેતરપિંડી આચરી હતી. તેમણે ખોટા દસ્તાવેજો ઉભા કરીને એવું સાબિત કરી આપ્યું હતું કે ફિલ્મ સૌથી વધુ પૈસા 'બોમ્બે કાસ્ટીંગ ટેલેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેઇટ' ના (બીસીટીએમપીએલ ) લાગ્યા છે. આ કંપની વોહરા બ્રધર્સની છે જે ' ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મના નિર્માતાઓ પૈકીના એક છે

  બીસીટીએમપીએલ બ્રિટિનના કરમાળખાની સીમમાં આવે છે, એટલે બ્રિટિશ નિયમો અનુસાર તેમના દ્વારા બનાવવાં આવેલી ફિલ્મને બ્રિટનમાં કર રાહત મળી શકે છે, બશર્તે કે આ ફિલ્મ બનાવવા પાછળ કરવામાં આવેલા કુલ ખર્ચ પૈકીનો ફિલ્મનો 10 ટકા હિસ્સો બ્રિટનમાં ખર્ચાયો હોય .

  આ શરતોને પુરી કરવા માટે બ્રિટિશ સરકાર સંબંધિત ફિલ્મને કરમાં 25% સુધીની છૂટ આપી શકે છે. કહેવાય છે કે, ગુટે દ્વારા ખરાઅર્થમાં ઉચિત ન હોવા છતાં પોતાની ફિલ્મ માટે આ પ્રકારની રાહત માટેનો દાવો કર્યો હતો. જો કે ગુટે આ પ્રકારની કોઈપણ છેતરપિંડી તેમણે કરી હોવાની વાતનો ઇનકાર કરે છે
  Published by:sanjay kachot
  First published: