Home /News /national-international /

'MeToo ધનવાનોની લડાઇ, ગરીબ મહિલાઓ વિશે કોણ બોલશે?'

'MeToo ધનવાનોની લડાઇ, ગરીબ મહિલાઓ વિશે કોણ બોલશે?'

પ્રતિકાત્મક તસવીર

તમિલ ફિલ્મ ડિરેક્ટરે જણાવ્યું કે, આ કેમ્પેઇન ધનવાન લોકોનું છે અને આ તેમનો પ્રશ્ન છે અને એ લોકો તેનો હલ લાવશે.

    તામિલ ફિલ્મ ડિરેક્ટર કરુ પલાનિઅપ્પને મી ટૂ કેમ્પેઇન વિશે તેમનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, આ કેમ્પેઇન સુખી-સંપન લોકોનો પ્રશ્ન છે અને તે લોકો આનો ઉકેલ લાવશે પણ ગરીબ મહિલાઓનાં થતા શોષણ વિશે કોણ અવાજ ઉઠાવશે?

    ફિલ્મ ડિરેક્ટર કરુ પલાનિઅપ્પન તેમનાં કડક વિચારો અને પ્રતિભાવો આપવા માટે જાણીતા છે. સામાજિક વિષયો પર તે અવાર-નવાર તેમના અભિપ્રાય આપે છે.

    મી ટૂ કેમ્પેઇન ગયા મહિને ભારતમાં પ્રવેશ્યું અને પત્રકારત્વ, ફિલ્મ જગત સહિત અનેક ક્ષેત્રે કામ કરતી મહિલાઓએ તેમના પર થયેલા જાતિય શોષણ વિશેનાં અનુભવો સોશિયલ મીડિયામાં લખ્યા અને કહ્યું કે, હું પણ જાતિય શોષણનો ભોગ બની છુ. આ પ્રકારનાં આરોપ થતા અનેક લોકોએ નોકરીઓ છોડવી પડી. જેમાં વિદેશમંત્રી એમ.જે.અકબરનો પણ સમાવેશ થાય છે.

    #MeToo: સાજિદ વિરુદ્ધ છઠ્ઠી મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ

    તમિલ ફિલ્મ ડિરેક્ટરે જણાવ્યું કે, આ કેમ્પેઇન ધનવાન લોકોનું છે અને આ તેમનો પ્રશ્ન છે અને એ લોકો તેનો હલ લાવશે. થોડા સમય પહેલા 14 વર્ષની દલિત છોકરીની તામિલનાડુમાં હત્યા કરવામાં આવી તેના વિશે કોણ બોલશે ? એના વિશે કોઇ બોલતું નથી. દેશમાં એવા ઘણા બધા સવાલો છે જેના વિશે ચર્ચા કરવાની જરૂર છે. મી ટૂ એ તવંગરોની લડાઇ છે. આપણે પહેલા ગરીબોની લડાઇની વાત કરવી જોઇએ”.

    #MeToo:ડિરેક્ટરે માફી માંગવાનું કહેતા અભિનેત્રીનો પિત્તો ગયો..અને…
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Metoo, Sexual harassment, મહિલા

    આગામી સમાચાર