Home /News /national-international /

અમિત શાહની ડિનર પાર્ટીમાં NDA નેતાઓનો જમાવડો, PM મોદીનું સમ્માન

અમિત શાહની ડિનર પાર્ટીમાં NDA નેતાઓનો જમાવડો, PM મોદીનું સમ્માન

ડિનર પાર્ટીમાં પીએમ મોદીનું સન્માન થયું હતું.

બીજેપી કાર્યાલયના સૂત્રોનું કહેવું છે કે આ ડિનરનું મૅનુ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે અલગ અલગ રાજ્યના નેતાઓ અલગ અલગ વ્યંજનોનો સ્વાદ ચાખી શકે.

    ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019 ખતમ થયા બાદ સામે આવેલા Exit Pollના પરિણામોથી BJP ખૂબ જ ઉત્સાહિત છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપીના વડપણ હેઠળના ગઠબંધન (NDA)ને 300થી વધારે બેઠક મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહે એક્ઝિટ પોલના પરિણામોની ખુશીમાં મંગળવારે સાંજે એનડીએના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે.  આ ડિનર પાર્ટીમાં અમિત શાહના આમંત્રણને માન આપી મંગળવારે રાત્રે નીતિશ કુમાર અને ઉદ્ધવ ઠાકરે આવી પહોંચ્યા હતા. 23મી મેના રોજ જાહેર થનારા  પરિણામને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં મુખ્ય ચર્ચા કરવામાં આવશે.

    અમિત શાહનું આ ડિનર શાહી છે. જેમાં વડાપ્રધાન મોદી, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્યમંત્રી તેમજ જેડીયૂના અધ્યક્ષ નીતિશ કુમાર, એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ હાજર રહેશે.

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિત શાહ દિલ્હી સ્થિત અશોકા હોટલમાં આ ડિનર આપી રહ્યા છે. સાંજે 7.30 વાગ્યાથી મહેમાનોનું આગમન શરૂ થશે. તેમની આગતાસ્વાગતા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રી ભોજના મૅનુમાં એનડીએના દરેક નેતાઓની પસંદગીનું ભોજન સામેલ છે. આશરે અલગ અલગ પ્રકારના 35 વ્યંજનો પીરસવામાં આવશે. ડિનરમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના હોવાથી ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે.



    ધોરણ-10નું પરીણામ જાણો : 



    ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આ ડિનરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમના માટે ખાસ મહારાષ્ટ્રીયન ડીશ બનાવવામાં આવી છે. જેમાં પુરણપોળી સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠાકરે હાલ યૂરોપમાં છે. તેઓ મોડી સાંજે દિલ્હી પરત ફરે તેવી આશા છે. એવામાં તેઓ ડિનરમાં સામેલ નહીં થઈ શકે તો શિવસેનાના પ્રતિનિધિ તરીકે સુભાષ દેસાઈ ડિનરમાં સામેલ થશે.

    નીતિશ કુમાર માટે ખાસ બાટી અને લિટ્ટી ચોખા

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહના ડિનરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે બાટી-ચોખા અને સત્તૂ પીરસવામાં આવશે. મેનુમાં બિહારના બે-ત્રણ વ્યંજનો સામેલ છે.



    નોર્થ-ઇસ્ટના નેતાઓ માટે પસંદગીનું ભોજન

    અમિત શાહની આ ડિનર પાર્ટીમાં નોર્થ-ઇસ્ટના નેતાઓ પણ સામેલ થશે. આ માટે ખાસ નોર્થ-ઇસ્ટના વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા છે. પંજાબના અકાલી દળના નેતા પણ ડિનરમાં સામેલ થવાના હોવાથી તેમના માટે ખાસ પંજાબી તડકાની વ્યવસ્થા કરવામાં આવી છે.

    એનડીએ એક પરિવાર હોવાનો સંદેશ આપવાનો પ્રયાસ

    બીજેપી કાર્યાલયના સૂત્રોનું કહેવું છે કે આ ડિનરનું મૅનુ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે અલગ અલગ રાજ્યના નેતાઓ અલગ અલગ વ્યંજનોનો સ્વાદ ચાખી શકે. આ ડિનર દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એનડીએમાં ભલે અલગ અલગ રાજ્યના નેતાઓ છે, પરંતુ તે એક પરિવારના સભ્ય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amit Shah Dinner, Lok sabha election 2019, અમિત શાહ, એનડીએ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन