મમતા બેનર્જીને મોટો આંચકો, TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામું, કહ્યુ- મને ગૂંગળામણ થતી હતી

મમતા બેનર્જીને મોટો આંચકો, TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામું, કહ્યુ- મને ગૂંગળામણ થતી હતી
TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપતા કહ્યું કે, બંગાળમાં થતી હિંસાને જોઈને ગૂંગળામણ અનુભવતો હતો

TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપતા કહ્યું કે, બંગાળમાં થતી હિંસાને જોઈને ગૂંગળામણ અનુભવતો હતો

 • Share this:
  નવી દિલ્હી. તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ટીએમસીના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે. ઓલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી (Dinesh Trivedi)એ ગૃહમાં બજેટ સત્ર પર ચર્ચા કરતી વખતે રાજીનામું આપી દીધું છે. દિનેશ ત્રિવેદીના રાજીનામા પર ટીએમસી સાંસદ સુખેન્દુ એસ. રોયે કહ્યું કે, તૃણમૂલનો અર્થ છે જમીન સાથે જોડાયેલું. તેનાથી અમને રાજ્યસભામાં ટૂંક સમયમાં જમીની સ્તરના કાર્યકર્તાને મોકલવાની તક મળશે. બીજી તરફ. લોકસભામાં સાંસદ સૌગત રાયે કહ્યું કે- નો કોમેન્ટ.

  દિનેશ ત્રિવેદીને જ્યારે બજેટ પર ચર્ચા દરમિયાન બોલવા માટે કહેવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, હું ગૂંગળામણ  અનુભવી રહ્યો છું. માનવામાં આવી રહ્યું છે કે દિનેશ ત્રિવેદી આગામી થોડાક દિવસોમાં બીજેપીમાં સામેલ થઈ શકે છે. સાંસદે કહ્યું કે આજે રાજ્યસભાથી રાજીનામું આપી રહ્યો છું. મારા રાજ્યમાં હિંસા થઈ રહી છે. પણ અમે અહીં કંઈ પણ બોલી નથી શકતા.  ઉલ્લેખનીય છે કે, દિનેશ ત્રિવેદી રાજ્યસભામાં પાર્ટી તરફથી બજેટના મુદ્દાઓ પર સ્પીકર તા. એવામાં ટીએમસી માટે અ ખૂબ જ શરમમાં મૂકનારી ઘટના કહેવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, અમિત શાહનો હુંકાર, ‘હું બંગાળથી મમતા સરકારને ઉખાડવા માટે આવ્યો છું’

  દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, મારી પાર્ટીનો આભારી છું કે તેઓએ મને અહીં મોકલ્યો છે. હું ગૂંગળામણ અનુભવી રહ્યો છું કે અમારા રાજ્યમાં હિંસા પર કંઈ કરી નથી શકતા. મારી આત્મા મને કહે છે કે જો તમે અહીં બેસીને કંઈ નથી કરી શકતા તો રાજીનામું આપી દેવું જોઈએ. હું પશ્ચિમ બંગાળના લોકો માટે કામ કરતો રહીશ.

  દિનેશ ત્રિવેદીનું બીજેપીમાં સ્વાગત- દિલીપ ઘોષ

  ત્રિવેદીએ કહ્યું કે આ નિર્ણય આત્માનો અવાજ સાંભળીને લઈ રહ્યો છું. તેઓએ કહ્યું કે હું ત્યાં કંઈ નથી કરી શકતો. બીજી તરફ બીજેપી બંગાળ યુનિટના નેતા દિલીપ ઘોષે કહ્યું કે સાચી વ્યક્તિ ખોટી જગ્યાએ ફસાયેલી છે. જે રીતે તેમને રેલ મંત્રીના પદથી હટાવવામાં આવ્યા હતા, તે ઈતિહાસ છે. જો દિનેશ ત્રિવેદીને બંગાળ માટે કામ કરવું છે તો તેમનું બીજેપીમાં સ્વાગત છે.

  આ પણ વાંચો, સાવધાન! જાણો Koo એપથી કેવી રીતે લીક થઈ રહ્યો છે યૂઝર્સનો ડેટા, ચીન કનેક્શનનું સત્ય આવ્યું સામે

  બીજી તરફ, કૈલાશ વિજયવર્ગીએ કહ્યું કે, કોઈ પણ સ્વાભિમાની વ્યક્તિ આ સ્થિતિમાં ટીએમસીમાં નહીં રહી શકે. બંગાળનો વિકાસ જે લોકો ઈચ્છે છે તેઓ મોદીના પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ બીજેપીમાં કામ કરવા માંગે છે. હજુ તેમની સાથે કોઈ ચર્ચા નથી થઈ. જો તેઓ બીજેપીમાં આવશે તો તેમનું સ્વાગત છે.
  Published by:Mrunal Bhojak
  First published:February 12, 2021, 14:24 pm

  ટૉપ ન્યૂઝ