RIP Dilip Kumar: દિલીપ કુમારના નિધન પર PM મોદીએ શાયરાબાનોને ફોન કરીને પાઠવ્યો દિલાસો

98 વર્ષની વયે નિધન.

Dilip Kumar passes away at 98: હિન્દી સિનેમા જગતના ટ્રેજેડી કિંગના નિધન પર આખો દેશ શોકમાં છે. તેમના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન મોદીએ દિગ્ગજ અભિનેતાના પત્ની સાયરાબાનોને ફોન કરીને દિલાસો પાઠવ્યો હતો.

  • Share this:
    મુંબઈ: મહાન અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)નું લાંબી બીમારી બાદ બુધવારે સવારે નિધન થયું છે. દિલીપ કુમાર 98 વર્ષના હતા. દિલીપ કુમારની સારવાર કરી રહેલા ડૉક્ટર જલીલ પારકરે (Dr. Jalil Parkar) જણાવ્યું કે, લાંબી બીમારી બાદ આજે સવારે સાડા સાત વાગ્યે તેમનું નિધન થયું છે. 'ટ્રેજેડી કિંગ' (Tragedy King Dilip Kumar passes away at 98
    )ના નામથી પ્રસિદ્ધ દિલીપ કુમાર મંગળવારથી હિન્દુજા હૉસ્પિટલના નૉન-કોવિડ આઈસીયૂમાં દાખલ હતા. પરિવારના મિત્ર ફૈઝલ ફારુકી (Faisal Farooqui )એ અભિનેતાના ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કરીને જણાવ્યું કે,"ભારે મન અને દુઃખની લાગણી સાથે થોડા સમય પહેલા જ આપણા પ્યારા દિલીપ કુમારના નિધનની જાહેરાત કરું છું. આપણે ભગવાનના છીએ અને એ તરફ જ જવાનું છે." દિલીપ કુમારના નિધન પર પીએમ મોદીથી લઈને અન્ય રાજકીય નેતાઓએ શોક પ્રગટ કર્યો છે.

    હિન્દી સિનેમા જગતના ટ્રેજેડી કિંગના નિધન પર આખો દેશ શોકમાં છે. તેમના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન મોદીએ દિગ્ગજ અભિનેતાના પત્ની સાયરાબાનોને ફોન કરીને દિલાસો પાઠવ્યો હતો. આ સાથે જ તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, "દિલીપ કુમારનું જવું એ આપણી સાંસ્કૃતિક દુનિયા માટે મોટી ખોટ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના."

    આ પણ વાંચો: એપલે ચાઇનીઝ ટેક કંપનીઓની મનમાની ચાલવા ન દીધી, આવી રીતે કારસ્તાન નિષ્ફળ બનાવ્યું

    પીએમ મોદીએ લખ્યુ છે કે, "દિલીપ કુમારજીને સિનેમાની દુનિયાના મહાન વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અનોખી પ્રતિભાના આશીર્વાદ મળ્યા હતા, આ જ કારણે અનેક પેઢીઓના લોકો તેમનો ચાહતા હતા. તેમનું જવું એ આપણી સાંસ્કૃતિક દુનિયા માટે મોટી ખોટ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના."

    દિલીપ સાહેબના નિધન પર રક્ષા મંત્રી રાજનાથસિંહે ટ્વીટ કર્યું કે, "દિલીપ કુમારજી એક ઉત્કૃષ્ટ અભિનેતા હતા, જેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમના અનુકરણીય યોગદાન માટે તમામે ખૂબ વખાણ્યા છે. ગંગા-જમના જેવી ફિલ્મોમાં તેમના અભિનયને લાખો સિનેપ્રેમીઓને પ્રભાવિત કર્યાં છે. તેમના નિધનથી મને ઊંડો આઘાત લાગ્યો છે."

    આ પણ વાંચો: સુરત: મોપેડ પર થમ્સઅપ પી રહેલા યુવકનું પોલીસકર્મીએ કર્યું અપહરણ, 30 હજાર રૂપિયા પડાવી છોડી દીધો

    કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે, "દિલીપ કુમારજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાનને આગામી પેઢીઓ માટે યાદ કરવામાં આવશે."

    રાજસ્થાનના સીએમ અશોક ગહલોતે લખ્યુ કે, "અભિનેતા દિલીપ કુમારના નિધન પર મારી હાર્દિક સંવેદના. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકોને આ ખોટ સહન કરવાની શક્તિ મળે. તેમનું નિધન ભારતીય સિનેમાના એક યુગનો અંત છે. ફિલ્મો માટે તેમના સમૃદ્ધ યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમની આત્માને શાંતિ મળે."

    હિન્દી ફિલ્મોના સૌથી લોકપ્રીય અભિનેતાઓમાં જેમની ગણતરી થાય છે તેવા દિલીપ કુમારે 1944માં 'જ્વાર ભાટા' ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પાંચ દાયકાની લાંબી ફિલ્મ કારકિર્દી દરમિયાન તેમણે 'મુગલ-એ-આઝમ', 'દેવદાસ', 'નયા દૌર' અને 'રામ ઔર શ્યામ' જેવી અનેક હિટ ફિલ્મો આપી છે. 1998માં આવેલી 'કિલા' તેમની અંતિમ ફિલ્મ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: