પશ્ચિમ બંગાળના BJP અધ્યક્ષનું વિવાદિત નિવેદન, કહ્યું- CAA વિરોધી પોતાના માતા-પિતાનું નામ પણ જાણતા હશે નહીં

News18 Gujarati
Updated: January 18, 2020, 5:06 PM IST
પશ્ચિમ બંગાળના BJP અધ્યક્ષનું વિવાદિત નિવેદન, કહ્યું- CAA વિરોધી પોતાના માતા-પિતાનું નામ પણ જાણતા હશે નહીં
CAA વિરોધી પોતાના માતા-પિતાનું નામ પણ જાણતા હશે નહીં - દિલીપ ઘોષ

દિલીપ ઘોષે CAAનો વિરોધ કરનાર લોકોને જાનવર, શૈતાન અને મફતખોર બતાવ્યા

  • Share this:
હાવડા/કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)ભાજપાના (BJP) અધ્યક્ષ દિલીપ ઘોષે (Dilip Ghosh)શુક્રવારે CAAનો વિરોધ કરી રહેલા લોકો સામે ફરી એક વખત વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે CAAનો વિરોધ કરનાર લોકોને જાનવર, શૈતાન અને મફતખોર બતાવ્યા છે. કોલકાતામાં ઘોષે કહ્યું કે આ શૈતાન આપણું જ ખાવાનું ખાય છે અને આપણો જ વિરોધ કરે છે.

કોલકાતામાં CAA સામે રેલી પર ટિપ્પણી કરતા ઘોષે કહ્યું હતું કે કોલકાતાના રસ્તા પર બુદ્ધીજિવી કહેનારા કેટલાક જીવ બહાર આવી ગયા છે. આ મફતખોર, બુદ્ધીજિવી જે બીજાનું ધન ખાય છે, જ્યારે બાંગ્લાદેશમાં અમારા પૂર્વજો પર અત્યાચાર થઈ રહ્યા હતા ત્યારે તે ક્યાં હતા?

CAAનો વિરોધ કરનાર સામે ઘોષે ત્યાં સુધી કહી દીધું કે આ લોકો એ પણ જાણતા નથી કે તેમના માતા-પિતા કોણ છે. આ જ કારણ છે કે તે કહે છે કે તે પોતાના માતા-પિતાના જન્મનું પ્રમાણપત્ર બતાવી શકશે નહીં.

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાં 6 મહિનાના પ્રતિબંધ બાદ ફરી શરૂ થઈ પ્રી-પેડ મોબાઇલ સેવા

દિલીપ ઘોષે થોડા દિવસો પહેલા અન્ય વિવાદિત નિવેદનમાં કહ્યું હતું કે સીએએ વિરોધી પ્રદર્શનકારીઓને કુતરાની જેમ ગોળી મારી દીધી. હાવડાની એક રેલીમાં ઘોષે કહ્યું હતું કે આધાર અને પાન કાર્ડ નાગરિકતાના પ્રમાણ નથી. તેમણે શરણાર્થીઓને આગ્રહ કર્યો છે કે તે સંશોધિત નાગરિકતા કાનૂન પ્રમાણે પોતાની નાગરિકતા પ્રાપ્ત કરે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસના અન્ય નેતાઓની જાળમાં ના આવો જે કહી રહ્યા છે કે દશકોથી પશ્ચિમ બંગાળમાં રહેલા તે શરણાર્થીઓને નાગરિકતા માટે અરજી કરવાની જરુર નથી. જેમની પાસે આધાર અને પાન કાર્ડ છે. ધોષે કહ્યું હતું કે આ ગુમરાહ કરનારી વાત છે. કારણ કે શરણાર્થીઓને નવેસરથી નાગરિકતા કાનૂન માટે નાગરિકતા લેવી પડે છે.
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading