ત્રણ વર્ષની ટેણીએ પિતા સાથે 'દિલ હૈ છોટા સા...' ગીત ગાઇને લાખોના દીલ જીતા લીધા!

પિતા સાથે ગીત ગાતી ત્રણ વર્ષની દીકરી.

"દિલ હૈ છોટા સા..." મણિરત્નમની ખૂબ જ પ્રસિદ્ધ "રોજા" ફિલ્મનું ગીત છે. આ ફિલ્મનું સંગીત ઑસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાને આપ્યું હતું.

 • Share this:
  સોશિયલ મીડિયા પર આજકાલ એક ત્રણ વર્ષની બાળકીએ ગાયેલું એક ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે. બાળકીને કાલાઘેલા અવાજમાં ગીત ગાતી સાંભળીને તેને જોનારા લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. તમે પણ આ ગીત સાંભળશો તો ચોક્કસ બાળકીના દિવાના થઈ જશો. બાળકીએ પોતાના પિતા સાથે "દિલ હૈ છોટા સા, છોટી શી આશા..." ગીત ગાયું હતું.

  "દિલ હૈ છોટા સા..." મણિરત્નમની ખૂબ જ પ્રસિદ્ધ "રોજા" ફિલ્મનું ગીત છે. આ ફિલ્મનું સંગીત ઑસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાને આપ્યું હતું. ખૂબ જ પ્રસિદ્ધ થયેલું આ ગીત પાશ્વગાયિકા મિનમીનીએ ગાયું હતું. આ ફિલ્મમાં અરવિંદ સ્વામી અને મધુએ અભિયન કર્યો છે. આ તમિલ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ ફિલ્મે બે નેશનલ એવોર્ડ જિત્યા હતા. જેમાં બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનો એવોર્ડ એ.આર. રહેમાન અને બેસ્ટ લિરિસિસ્ટનો એવોર્ડ વૈરામુથુએ જીત્યો હતો.

  બાળકીએ પિતાને વિનંતી કરી કે તેણી એકલી ગીત ગાશે!

  વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકીના પિતા દિલ હૈ છોટા સા...ગીત ગાવાનું શરૂ કરે છે. આ સમયે તેની ત્રણ વર્ષની દીકરી તેની પાસે આવે છે અને તેના કાનમાં કંઈક કહે છે. બાદમાં બાળકીના પિતા મ્યુઝિસિયનોને ઈશારો કરીને મ્યુઝિક બંધ કરાવે છે. પછી જાહેરાત કરે છે કે તેની દીકરી એકલી જ ગીત ગાવા માંગે છે. આવી જાહેરાત સાથે જ ઓડિયન્સ ખડખડાટ હસવા લાગે છે. જે બાદમાં બાળકી પોતાની કાલાઘેલા અવાજમાં ગીત ગાવાનું શરૂં કરે છે.  નખરા પણ કર્યાં

  ગીત ગાતાં ગાતાં ત્રણ વર્ષની બાળકીએ નખરાં પણ કર્યાં હતાં. તેના પિતાની આંગળી પકડીને તે ગોળ ગોળ પર ફરે છે. આ ગીતમાં તેના પિતાએ પણ સાથ પૂરાવ્યો હતો. તેના પિતા જ્યારે ગીત ગાઈ રહ્યા હતા ત્યારે બાળકી પણ સાથે સાથે ગીત ગાતી હતી. પિતા પુત્રીની આ જોડીને હાજર ઓડિયન્સે તાળીઓથી વધાવી લીધી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: