દિગ્વિજયનો દાવો : મુસ્લિમથી વધુ બિન-મુસ્લિમ કરી રહ્યા છે ISI માટે જાસૂસી

News18 Gujarati
Updated: September 1, 2019, 11:04 AM IST
દિગ્વિજયનો દાવો : મુસ્લિમથી વધુ બિન-મુસ્લિમ કરી રહ્યા છે ISI માટે જાસૂસી
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. (ફાઇલ તસવીર)

દિગ્વિજય સિંહે કહ્યું કે, આઈએસઆઈ પાસેથી ભાજપ અને બજરંગ દળના લોકો પૈસા લઈ રહ્યા છે

  • Share this:
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદન પર રાજકીય ઘમાસાણ શરૂ થવાની શક્યતા છે. શનિવારે એક કાર્યક્રમમાં દિગ્વિજય સિંહે કહ્યું કે, ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) પાસેથી ભાજપ અને બજરંગ દળના લોકો પૈસા લઈ રહ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનાઆઈ મુજબ, કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યું કે, બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી (BJP) આઈએસઆઈ પાસેથી પૈસા લઈ રહ્યા છે. તેની પર ધ્યાન આપવાની જરૂર છે. મુસ્લિોમોથી વધુ બિન-મુસ્લિમ પાકિસ્તાનની આઈએસઆઈ માટે જાસૂસી કરી રહ્યા છે. તેને આપણે સમજવું જોઈએ.

આ પણ વાંચો, ...જ્યારે પાકિસ્તાની MQM પાર્ટીના ચીફે ગાયું, સારે જહાં સે અચ્છા'અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું

મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રાજ્યસભા સાંસદે દેશની અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર પર નિશાન પણ સાધ્યું. તેઓએ કહ્યું કે આ સરકારમાં અર્થવ્યવસ્થા બગડી રહી છે. નોકરીઓ પણ નથી. સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આરબીઆઈ પાસેથી ફંડ લઈને કામ કરી રહી છે. સરકારે બધું છોડીને હાલ દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો, દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું - શશિ થરુરે PAK પત્રકાર સાથે પસાર કરી હતી રાત, નારાજ હતી સુનંદા

આ પહેલા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને ઇન્ટેલિજન્સ એજન્સીઓની મોટી ચૂક ગણાવી હતી. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે જો કોઈ બીજો દેશ હોત તો વડાપ્રધાન ઉપરાંત ગૃહ મંત્રીને પણ રાજીનામું આપી દેવા મજબૂર કરવામાં આવતા, પરંતુ અહીં તો કોઈ આ મુદ્દાને ઉઠાવે છે તેને દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે.

મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે પર ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નિવેદના બાદ પણ દિગ્વિજય સિંહ આરએસએસ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું હતું કે જે સંઘની મરજી વિરુદ્ધ બોલે છે તે દેશદ્રોહી હોય છે. ભારતના શહીદ પણ જો સંઘને પસંદ નથી તો તેઓ 'શૈતાન' છે.

આ પણ વાંચો, પાણીમાં ઝેરી કેમિકલ છોડતા UPમાં 21 ભેંસોનાં મોત; બે યુવાનો બેભાન
First published: September 1, 2019, 10:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading