Home /News /national-international /કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી રસપ્રદ થઈ, દિગ્વિજય સિંહની થઈ એન્ટ્રી

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી રસપ્રદ થઈ, દિગ્વિજય સિંહની થઈ એન્ટ્રી

સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રામાંથી સિંહને તુરંત દિલ્હી બોલાવ્યા

Congress Latest News. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે મચેલા ઘમાસાણ કહો કે ઉથલપાથલ વચ્ચે દિગ્વિજય સિંહનું નામ સૌને ચોંકાવી રહ્યું છે.

    નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સમાં દરરોજ નવા પત્તા ખુલી રહ્યા છે. ફરી એક વાર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર લીડર દિગ્વિજય સિંહના નામની એન્ટ્રી થઈ છે. તેમનું નામ પાર્ટી અધ્યક્ષની રેસમાં આગળ આવી રહ્યું છે. પાર્ટી હાઈકમાને દિગ્વિજય સિંહને દિલ્હી બોલાવ્યા છે. દિગ્વિજય સિંહ હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કેરલના મલ્લપુરમમાં છે. પાર્ટી હાઈકમાના કહેવા પર તેઓ મોડી રાતે દિલ્હી પહોંચી રહ્યા છે.

    કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી કરતા પણ અઘરી થઈ ગઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, શશિ થરુર બાદ હવે અચાનક એમપીના પૂર્વ સીએમ અને હાલમાં રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહનું નામ પણ ચર્ચામાં છે. વિગતો એવી મળી રહી છે કે, પાર્ટી હાઈકમાનના નિર્દેશ પર તેઓ ઉમેદવારી નોંધાવી શકે છે.

    આ પણ વાંચો: રાજસ્થાન સંકટ: અશોક ગેહલોતથી હાઈકમાન નારાજ, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી આઉટ

    દિગ્વિજય સિંહના નામે સૌ કોઈને અચરજ પમાડી


    કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે મચેલા ઘમાસાણ કહો કે ઉથલપાથલ વચ્ચે દિગ્વિજય સિંહનું નામ સૌને ચોંકાવી રહ્યું છે. સોનિયા ગાંધીના વિશ્વાસુ પીસીસી ચીફ કમલનાથને દિલ્હી બોલાવ્યા બાદ હવે દિગ્વિય સિંહનું નામ સામે આવ્યું છે. કમલનાથે જ તેમનું નામ સોનિયા ગાંધીને સૂચવ્યું છે. સોનિયા ગાંધીએ તેમને તુરંત દિલ્હી બોલાવી લીધા છે. દિગ્વિજય સિંહ આજે દિલ્હી પહોંચી રહ્યા છે. સૂત્રો અનુસાર દિગ્વિજય સિંહ કાલે અથવા તો 30 સપ્ટેમ્બરે પાર્ટી અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.

    રાજસ્થાનના ડ્રામાથી અશોક ગહેલોત બેકફુટ પર આવ્યા


    કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ગાંધી પરિવારના સૌથી નજીકના અશોક ગહેલોતના નામની ચર્ચા શરુઆતથી હતી. પણ હાલમાં રાજસ્થાનમાં થયેલા રાજકીય ડ્રામા બાદ હવે તેમના નામ પર સંશય છે. પાર્ટી કોઈ એવા ચહેરાને આગળ લાવવા માગે છે, તે નહેરુ-ગાંધી પરિવાર પ્રત્યે વફાદાર હોય પણ પાર્ટી અંદર સર્વમાન્ય હોય, કમલનાથના સૂચન પર તેમાં દિગ્વિજય સિંહનું નામ સૌથી આગળ આવ્યું છે.

    રાહુલ ગાંધીની ગુડબુક્સમાં સિંહ


    કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પ્રભારી દિગ્વિજય સિંહ 7 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધીના સતત સંપર્કમાં છે. જેવી રીતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સમર્થન મળી રહ્યું છે, તેનાથી દિગ્વિજય સિંહના નંબર ગાંધી પરિવારમાં વધું સારા થયા છે. આ જ કારણ છે કે, હવે તેમનું નામ પાર્ટી અધ્યક્ષ તરીકે સૌથી આગળ આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. ત્યારે આવા સમયે આગામી બે દિવસમાં જે નોમિનેશન થશે, તેનાથી નક્કી થશે કે, કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં કોણ કોણ ચહેરાઓ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: કોંગ્રેસ, દિગ્વિજયસિંહ

    विज्ञापन
    विज्ञापन