મધ્યપ્રદેશના કોંગ્રેસ પ્રભારી દીપક બાબરિયા હવે પ્રદેશના દિગ્ગજ નેતાઓ આગળ લાચાર નજર આવી રહ્યાં છે. ચૂંટણી પહેલા ટિકિટની દાવેદારને લઈને 50 હજાર રૂપિયા જમા કરવવાના નિર્ણયને પાછો લેવા પાછળ બાબરિયાની લાચારી પણ સામે આવી છે. દીપક બાબરિયાએ કહ્યું કે નર્મદા યાત્રા ખત્મ થઈ જાય તે બાદ ફંડ એકઠું કરવાની જવાબદારી દિગ્વિજય સિંહ પોતે જાતે જ લેશે.
કારણ કે કોંગ્રેસ પ્રભારી દીપક બાબરિયાએ સોમવારે સાંજે કહ્યું હતું કે ચૂંટણી પહેલા પાર્ટીને ફંડની જરૂર છે. અને ફંડ એકઠુ કરવા માટે ટિકિટની દાવેદારી માટે પચાસ હજાર રૂપિયા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે થયેલા વિરોધ બાદ જમા થયેલી રાશીને પરત કરવાના નિર્ણય બાદ બાબરિયાએ સફાઈ આપતા કહ્યું કે અજય સિંહ અને દિગ્વિજય સિંહ સહિત ત્રણ સીનિયર લીડરની મુશ્કેલી બાદ જમા રાશિને પરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દીપક બાબરિયાએ કહ્યું કે સીનિયર લીડરે તેમને ભરોષો આપ્યો છે કે ચૂંટણી પહેલા તે પાર્ટીમાં ફંડ એકઠું કરવાનું કામ કરી લેશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જમા રાશિને પરત કરવામાં આવશે. દીપક બાબરિયાએ સાફ કહ્યું કે દિગ્વિજય સિંહની નર્મદા યાત્રા પૂર્ણ થયા બાદ ચૂંટણી માટે ફંડ એકઠું કરવાની જવાબદારી લઈ લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર