Home /News /national-international /6 વર્ષની બાળકી સાથે થયો ડિજિટલ રેપ, જાણો 'ડિજિટલ રેપ' કોને કહેવામાં આવે છે?

6 વર્ષની બાળકી સાથે થયો ડિજિટલ રેપ, જાણો 'ડિજિટલ રેપ' કોને કહેવામાં આવે છે?

પોલીસે કેસ નોંધી આ અંગે તપાસ હાથધરી છે.

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં 6 વર્ષની સગીર બાળકી સાથે ડિજિટલ રેપની ઘટના સામે આવી છે. ઈન્દિરાપુરમ વિસ્તારમાં શનિવારે રાત્રે છ વર્ષની બાળકી સગીર ભાઈ-બહેનો સાથે ઘરમાં હાજર હતી. જેની સાથે પાડોશી યુવકે ડિજિટલ રેપ કર્યો હતો. પીડિતાની માતાએ આરોપી વિરુદ્ધ ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે આરોપી હજુ ફરાર છે. પોલીસ આરોપીને શોધી રહી છે.

વધુ જુઓ ...
    ગાઝિયાબાદ: ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં 6 વર્ષની સગીર બાળકી સાથે ડિજિટલ રેપની ઘટના સામે આવી છે. ઈન્દિરાપુરમ વિસ્તારમાં શનિવારે રાત્રે છ વર્ષની બાળકી સગીર ભાઈ-બહેનો સાથે ઘરમાં હાજર હતી. જેની સાથે પાડોશી યુવકે ડિજિટલ રેપ કર્યો હતો. પીડિતાની માતાએ આરોપી વિરુદ્ધ ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે આરોપી હજુ ફરાર છે. પોલીસ આરોપીને શોધી રહી છે.

    ઈન્દિરાપુરમ વિસ્તારના કાનવાણી વિસ્તારમાં એક મહિલા 14 અને 6 વર્ષની પુત્રી અને નવ વર્ષના પુત્ર સાથે રહે છે. તેના પતિનું અવસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. તે ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. તે શનિવારે રાત્રે ફરજ પર ગઈ હતી. રવિવારે સવારે જ્યારે તે પાછી આવી ત્યારે બાળકો તેને વળગીને રડવા લાગ્યા હતા. મોટી દીકરીએ જણાવ્યું કે પાડોશી યુવકે રાત્રે બહેન સાથે ખોટું કામ કર્યું. આ સાંભળીને મહિલાના હોશ ઉડી ગયા.

    મોટી દીકરીએ ઘટનાની જાણ કર્યા બાદ આરોપીને શોધી રહેલી પોલીસ પાડોશીના રૂમમાં ગઈ તો ખબર પડી કે તે રાતથી જ ફરાર છે. મહિલાએ પોલીસને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી. ઈન્દિરાપુરમ કોતવાલીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર દેવપાલ સિંહ પુંડિરે જણાવ્યું કે પીડિતાની માતાએ આરોપી વિરુદ્ધ નામ સાથે ફરિયાદ કરી છે. તેના આધારે રિપોર્ટ નોંધીને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

    આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે- SP જ્ઞાનેન્દ્ર સિંહ
    સમગ્ર મામલાને લઈને SP જ્ઞાનેન્દ્ર સિંહે કહ્યું કે ઈન્દ્રપુરમના કાનૌની વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે બળાત્કારની માહિતી મળી છે. માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એસપીએ કહ્યું કે નામ સાથે આરોપીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પીડિતાના પરિવારને જ ઓળખે છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે.

    આ પણ વાંચોઃ ગાઝિયાબાદ ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, મહિલાએ બળાત્કારનું તરકટ રચ્યું પણ પોલીસે ભાંડો ફોડ્યો

    'ડિજિટલ રેપ' શું છે?

    ડિજિટલ બળાત્કાર એ ડિજીટલ અથવા વર્ચ્યુઅલી લાગે તેવો જાતીય અપરાધ નથી. આ ગુનો એવો છે જેમાં રિપ્રોડક્ટિવ ઓર્ગનની જગ્યા સિવાય કોઈની મરજી વગર આંગળીઓ કે હાથ-પગના અંગૂઠાથી બળજબરીપૂર્વક પેનેટ્રેશન કરવામાં આવ્યું હોય. અહીં ડિજીટલ શબ્દનો અર્થ આંગળી, અંગૂઠો કે પગના અંગૂઠા સાથે છે. આ કારણે જ તેને ડિજિટલ રેપ કહેવામાં આવે છે. ડિસેમ્બર 2012 પહેલા દેશમાં ડિજિટલ રેપની ગણના છેડતી તરીકે થતી હતી. જોકે નિર્ભયા કાંડ પછી દેશની સંસદમાં નવો રેપ લો રજૂ કરવામાં આવ્યો અને તેને યૌન અપરાધ ગણીને સેક્શન 375 અને પોક્સો એક્ટની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Delhi gangrape, Gang rape, Gangrape

    विज्ञापन
    विज्ञापन