UPI, BHIM અને Rupayથી પેમેન્ટ કરવા પર મળશે કેશબેક, સરકારે આપી GSTમાં 20% છૂટ

News18 Gujarati
Updated: August 4, 2018, 7:55 PM IST
UPI, BHIM અને Rupayથી પેમેન્ટ કરવા પર મળશે કેશબેક, સરકારે આપી GSTમાં 20% છૂટ
ભીમ એપ્લિકેશન, ફાઈલ ફોટો

જીએસટી કાઉન્સિલની આજે દિલ્હીમાં બેઠક થઈ, જેમાં દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • Share this:
જીએસટી કાઉન્સિલની આજે દિલ્હીમાં બેઠક થઈ, જેમાં દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અસલમાં સરકારે ડિજિટલ પેમેન્ટ પર જીએસટીમાં 20% છૂટ આપવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલની બેઠક પછી નાણામંત્રી પિયૂષ ગોયલે મીડિયાને સંબોધિત કરતાં આની જાણકારી આપી હતી. પીટીઆઈના સમાચાર અનુસાર, સરકારના  પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ પેમેન્ટમાં જીએસટી પર છૂટ આપવાનો નિર્ણય લધો છે, જે ગ્રાહકોને કેશબેકના રૂપમાં મળશે. તે ઉપરાંત વધુમાં વધુ છૂટ 100 રૂપિયા સુધી જ મળી શકેશે. સરકારનું માનવું છે કે, યૂપીઆઈ, ભીમ અને રૂપે દેશના નિમ્ન મધ્યમવર્ગીય લોકો અને ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આનો ફાયદો દેશના ઓછી આવકવાળા લોકોને મળશે.

તે ઉપરાંત પીયુષ ગોયલે જણાવ્યું કે, પાયલટ પ્રોજેક્ટના રૂપમાં લાગું કરવામાં આવ્યો છે, જેને રાજ્ય સરકાર પોતાની મરજી અનુસાર લાગું કરશે અને કોઈ રાજ્યપર આને બળજબરીપૂર્વક થોપશે નહી. નાણામંત્રીએ કહ્યું કે, આ પાલોટ પ્રોજેક્ટ દ્વારા સરકાર તેનો અંદાજ લગાવશે કે આના દ્વારા આવકમાં કેટલું નુકશાન અથવા ફાયદો થયો. જણાવી દઈએ કે, પહેલા પશ્ચિમ બંગાળ સરકારે જીએસટી પર છૂટ આપવાનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે, આનાથી જીએસટીથી મળનાર આવકમાં ઘણો બધો ઘટાડો થશે.

નાણામંત્રીએ જણાવ્યું કે, જીએસટી કાઉન્સિલમાં એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (મંત્રી)ની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે. આ મંત્રી સમૂહ કેન્દ્રીય રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લાની અધ્યક્ષામાં રચવામાં આવી છે જે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે જીએસટી સંબંધીત મામલાઓની સમીક્ષા કરશે. આવી જ રીતે જીએસટી રેટથી સંબંધિત મામલાઓને ફિટમેન્ટ કમિટી જોશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 28-29 સપ્ટેમ્બરમાં ગોવામાં થવાની છે.
First published: August 4, 2018, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading